#MeToo મુવમેન્ટ પર પ્રીતિ ઝીન્ટાની પ્રતિક્રિયાથી હોબાળો, આપી સફાઈ

#MeToo મુવમેન્ટ પર પ્રતિક્રિયા આપ્યા બાદ બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પોતાની સફાઈ આપી છે, પ્રીતિએ ટ્વિટ કરીને કહ્યું કે તે ખબજ દુઃખી છે કેમકે તેની પ્રતિક્રિયાનો ખોટો મતલબ કાઢવામાં આવ્યો છે.

હમણાંજ એક ઇન્ટરવ્યૂમાં પ્રીતિને પૂછવામાં આવ્યું હતું કે તેમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના શોષણ નો સામનો કર્યો છે , તો પ્રીતિનો જવાબ હતો કે તેમને ક્યારેય પણ આવો કોઈ અનુભવ કર્યો નથી, કદાચ આવું થયું હોત તો મારી પાસે કોઈ જવાબ હોત, પ્રીતિએ કહ્યું મારી પાસે આ મામલામાં એક લાઈન પણ છે, આજની સ્વીટુ આવતીકાલની મી ટુ થઇ શકે છે, આ ગંભીર મામલા પર પ્રીતિની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.

પોતાની પ્રતિક્રિયાને તોડી-મરોડીને રજૂ કરવા પર પ્રીતિએ કહ્યું કે આ ઇન્ટરવ્યૂને TRP અપાવવા માટે આવી રીતે રજૂ કરાયું છે, તેમજ હું પત્રકારથી પણ ખુબજ દુઃખી છું જેણે આ ઇન્ટરવ્યૂને અસંવેદનશીલતા સાથે એડિટ કર્યું છે.

Preity zinta On Me too
Preity Zinta Apologises Amid #MeToo Uproar

પ્રીતિ ઝીન્ટાએ ટ્વિટ કરીને મહિલાઓની માફી માંગી કે તેણે કોઈને ઠેશ પહોંચાડવા માટે કંઈજ નથી કર્યું કે આ મુવમેન્ટ ની મજાક પણ નથી કરી.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

FB Comments

Hits: 38

Comments are closed, but trackbacks and pingbacks are open.