અમેરિકાના ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે, ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે PM મોદીઃ સૂત્ર

Preparations underway for 'Howdy Modi' like event for Trump in Ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનવાના છે. જે રીતે અમેરિકાના ટેક્સાસમાં PM મોદી ભારતીય નાગરિકો વચ્ચે પહોંચ્યા હતા. અને આ કાર્યક્રમને ‘હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ જ પ્રકારે અમદાવાદમાં પણ હાઉડી મોદી કાર્યક્રમ યોજાઈ શકે છે. જેને લઈ તંત્રની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે PM મોદી પણ હાજર રહી શકે છે. સૂત્ર માહિતી પ્રમાણે કેટલીક માહિતી સામે આવી રહી છે.

READ  સરકાર પર દબાણ લાવવા માટે કોંગ્રેસ કરી શકે છે હાર્દિકની મદદ ! પરેશ ધાનાણી સાથે બેઠક બાદ નવા સમીકરણો

આ પણ વાંચોઃ ફોનમાં આ એપ્લિકેશન હશે તો તમારે ATM શોધવાની જરૂર નહીં પડે, જાણો વિગત

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટમાં બનનારી એઈમ્સ હોસ્પિટલનો પાયો નાખે તેવી આશા છે. પહેલેથી જ રાજકોટ અને બરોડા વચ્ચે એઈમ્સને લઈને ખેંચતાણ થઈ હતી. બાદમાં ગતવર્ષે સરકાર દ્વારા 1200 કરોડના ખર્ચે એઈમ્સ રાજકોટને ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

READ  અમદાવાદ: ગુનાખોરી અટકાવવા પોલીસના જવાનો સાથે રેલેવે DIGએ કરી 'ચાય પે ચર્ચા'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments