સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ, રાષ્ટ્રપતિએ મોદી સરકારની ગણાવી સિદ્ધિઓ

President Address in the Budget Session of Parliament President Receives Government Achievements

સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું. રાષ્ટ્રપતિએ સંસદના સંયુક્ત સત્રમાં તેમનું સંબોધન આપ્યું. તેમણે છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિએ સરકારની યોજનાઓની માહિતી પણ આપી હતી. CAA પર કહ્યું કે ભારતનું નાગરિકત્વ લેવાની ઈચ્છા ધરાવતા વિશ્વના તમામ ધર્મોના લોકો માટે પહેલા જે પ્રક્રિયાઓ હતી તે આજે પણ સમાન છે. કોઈપણ સંપ્રદાયનો વ્યક્તિ આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ભારતનો નાગરિક બની શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

 

ગરીબોના વિકાસ પર તેમણે કહ્યું કે, આજે પણ દેશના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 15 કરોડ ઘરો છે, જ્યાં પાઈપોથી પાણીનો પુરવઠો મળતો નથી. દેશના ગામડાઓમાં દરેક ઘર સુધી પીવાનું પૂરતું પાણી પહોંચે છે, આ માટે સરકારે વોટર લાઈફ મિશન શરૂ કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે લીધેલાં નિર્ણયોનું પરિણામ એ છે કે ભારતના આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ઘણા ક્ષેત્રોમાં સુધારો થયો છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ના મંત્ર પર કામ કરતી સરકાર સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કામ કરી રહી છે.

READ  મોદી-ટ્રમ્પની બેઠક બાદ આજે સાંજે 5:30 વાગ્યે ઈમરાન ખાન ફરી જમ્મુ-કાશ્મીર અંગે ઓકશે ઝેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢની વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.5100, જાણો જુદા-જુદા પાકોના ભાવ

વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ ભારતમાં છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાન અંતર્ગત દેશમાં 27 હજાર નવા સ્ટાર્ટ અપ્સને માન્યતા મળી છે. મુદ્રા યોજના હેઠળ 5 કરોડ 54 લાખથી વધુ નવા ઉદ્યોગકારોએ લોન લીધી છે. સ્થાનિક રીતે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરી તમારા ક્ષેત્રના નાના ઉદ્યોગસાહસિકો માટે ખૂબ મદદ કરી શકો છો. આવનારા સમયમાં આપણા બધાએ સાથે મળીને આપણા દેશના ગૌરવપૂર્ણ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્ય તમામ પ્રયાસો કરીશું અને આપણા પ્રયત્નોમાં સફળ પણ થઈશું.

READ  VIDEO: મહારાષ્ટ્રા વિધાનસભાની ચૂંટણી જાહેરઃ અમિત શાહે સંબોધન દરમિયાન POK અંગે કહી આ વાત

 

Oops, something went wrong.
FB Comments