આજથી 2 દિવસના દાદરાનગર હવેલી અને દમણના પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

President Kovind to visit Dadra Nagar Haveli & Daman, to inaugurate various development projects aaj thi 2 divas na Dadra Nagar Haveli & Daman na pravase President Ramnath Kovind vikas na anek karyo nu lokarpan ane shilanayas karse

પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવકારવા થનગની રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 17 અને 18 તારીખ એમ બે દિવસ સુધી આ નાનકડા સંઘપ્રદેશની મુલાકાતે રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

તેમની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિના હસ્તે આ બંને પ્રદેશોમાં વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આથી રાષ્ટ્રપતિના આગમનને વધાવવા પ્રદેશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના એકીકરણ બાદ પ્રથમવાર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંન્ને પ્રદેશોની મુલાકાતે પધારી રહ્યા છે.

READ  HRD minister Prakash Javadekar speaks to Tv9 Gujarati - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેથી રાષ્ટ્રપતિને વધાવવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રદેશને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ પ્રદેશમાં બે દિવસ રોકાવાના હોવાથી તેમની સુરક્ષાને લઈને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ કોડ અનુસાર તેઓની ત્રણ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

READ  'નિસર્ગ' વાવાઝોડાની અસરને પગલે દમણનું તંત્ર સતર્ક, તમામ કંપનીઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસનો ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ, ધરણાં બાદ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરશે

FB Comments