લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે આ ખાસ મંજૂરી આપી દેવાઈ, આ દિવસોમાં યોજાઈ શકે છે કાર્યક્રમ

ચૂંટણીના પરિણામની થોડી કલાકો પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે જજની નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. જેમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બી.આર ગવઈ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, ઝારખંડના ચીફ જસ્ટિસ અનુરુદ્ધ બોસ અને ગુવાહટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ.એસ બોતન્નાનું નામ છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે આ ચાર જસ્ટિસોની શપથ વિધિ થોડા દિવસોમાં જ યોજાઈ શકે છે. ચાર નવા જજોની નિયુક્તી સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 31 થઈ જશે. આગામી ગુરૂવાર અથવા શુક્રવારના રોજ શપથ યોજાઈ શકે છે.

READ  બંધ થયા પહેલા જેટ એરવેઝે વેચી હતી 3,500 કરોડ રૂપિયાની ટિકીટ, હવે મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?

તો બીજી એક વાત પણ સામે આવે છે કે નવા નિયુક્ત ચાર જજમાંથી બી.આર ગવઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ બાદ તેનું સ્થાન લઈ શકે છે. અને જો આવું બની શકે તો કેજી બાલાકૃષ્ણ પછી ગવઈ દેશના બીજા એવા ચીફ જસ્ટિસ બનશે જે SC સમૂદાયમાંથી આવે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો

સરકાર દ્વારા અનુભવના આધારે જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ એએસ બોપન્નાના નામ પર ભલામણ કરવા કોલેજિયમને કરી હતી. જે બાદ કોલેજિયમ દ્વારા 12 એપ્રીલે ઝારખંડના જસ્ટિસ અનિરૂદ્ધ બોસ અને ગોવાહટીના જસ્ટિસ એએસ બોપન્નાને સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરાઈ હતી.

READ  તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’

News Headlines @ 12 PM : 22-09-2019 | Tv9GujaratiNews

FB Comments