શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરી ટીકા, કહ્યું ભારત શ્રીલંકાની સાથે

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 150થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત ઈસ્ટરના પવિત્ર પર્વ પર પાડોશી દેશમાં થયેલા હુમલાની નિંદા કરતા શ્રીલંકાની સાથે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ અને અન્ય લોકોએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

તેમને ટ્વિટ કરીને કહ્યું કે ભારત શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. સરકાર અને જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમે શ્રીલંકાની સાથે ઉભા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે શ્રીલંકામાં થયેલા ભયાનક હુમલાની નિંદા કરી હતી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબુતીથી ઉભો છે.

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઈસ્ટરના પવિત્ર પર્વ પર કોલંબોમાં થયેલા હુમલામાં નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ પાર્ટી

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ઈસ્ટરના પવિત્ર દિવસ પર શ્રીલંકાના ઘણા ચર્ચો પર ભયાનક હુમલાથી અમે દુખી છીએ. દુખના આ સમયમાં અમે લોકોની સાથે છીએ.

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે શ્રીલંકાથી આવેલી હુમલાની ખબરથી દુખી છું. કોઈ પણ પ્રકારની હિંસાનો સ્વીકાર ના કરી શકાય. ઈસ્ટર શાંતિનો તહેવાર છે. મારી ભાવનાઓ અને પ્રાર્થના પીડિત પરિવારોની સાથે છે.

 

Mehsana : Thakor sena workers give resignation, allege Alpesh Thakor for betrayal with party

FB Comments

TV9 Webdesk 9

Read Previous

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 156 લોકોના મોત, 250થી વધારે લોકો ઘાયલ

Read Next

આજે 3 તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ થશે શાંત, 23 એપ્રિલે ગુજરાત સહિત 16 રાજ્યોની 117 બેઠક પર યોજાશે મતદાન

WhatsApp પર સમાચાર