દેશના ઈતિહાસમાં પ્રથમવાર બન્યો આવો કિસ્સો, દેશના રાષ્ટ્રપતિએ સરદાર પટેલના પરિવારને કર્યો આ રીતે સન્માનિત

સ્ટેચ્યૂ ઑફ યુનિટી થકી દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે તેમને એક સન્માન પણ આપવામાં આવ્યુ. જોકે આ સન્માન બાદ હવે વારો હતો સરદાર પટેલના પરિવારને સન્માનિત કરવાનો.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સરદારના વંશજોને રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનગતિ માણવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તે આમંત્રણને માન આપીને 19મી ફેબ્રુઆરીએ એટલે કે મંગળવારે સરદાર પટેલના વંશજોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી અને આશરે 6 કલાક કરતા વધુનો સમય રાષ્ટ્રપતિ સાથે પસાર કર્યો.

READ  9 years of terror attack : Reality Check of Mumbai police security - Tv9 Gujarati

સરદાર પટેલના વંશજોને રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં સરદારના વંશજોએ રાષ્ટ્રપતિ સાથે ભોજન પણ લીધું. રાષ્ટ્રપતિ સાથે ભોજન લેતા સમયે સરદાર પટેલના વંશજો પૈકી 8 સભ્યો હતા અને રાષ્ટ્રપતિનો પરિવાર હતો.

જોકે રાષ્ટ્રપતિનો પરિવારનો સરદાર પટેલના વંશજો સાથેનો વ્યવહાર પરિવારજનો જેવો જ હતો. અને આ અનુભવથી સરદારના વંશજ અતુલ પટેલના પત્ની માનસી પટેલે અવિસ્મરણીય ગણાવ્યો. તેમનું માનવું છે કે સરદાર પટેલને સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા જે સન્માન મળ્યું તેટલો ભવ્ય તેમનો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો અનુભવ રહ્યો.

READ  કોણ છે 'વૃક્ષ માતા' થીમક્કા, જેને રાષ્ટ્રપતિને તમામ પ્રોટોકોલ તોડી આશીર્વાદ આપ્યા ?

[yop_poll id=1616]

People queue up to withdraw cash from jan dhan accounts in Viratnagar, Ahmedabad

 

FB Comments