Breaking News: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, રાજ્યપાલ અને કેબિનેટે કરી હતી ભલામણ

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગું થયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ થોડા સમય પહેલા જ મુંબઈમાં પહોંચ્યા છે. મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ, કેસી વેણુગોપાલ સોનિયા ગાંધીના સંદેશ સાથે મુંબઈ પહોંચ્યા છે. કોંગ્રેસના નેતાઓ NCPની સાથે બેઠક કરશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની રાજ્યપાલની ભલામણ, જાણો રાષ્ટ્રપતિ શાસન કેટલો સમય લાગુ રહે છે?

તો બીજી તરફ રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ પંજાબના પ્રવાસે હતા જ્યાંથી તેઓ દિલ્હી પરત આવી ગયા છે. અને કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કરેલી ભલામણને સ્વીકારી લીધી છે. અને મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી

ઘટનામાં ત્રીજો ક્રમ જોવામાં આવે તો, મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં ખસેડાયા છે. અને જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી તેમને જયપુરમાં જ રાખવામાં આવશે. કોંગ્રેસના આશરે 40 જેટલા ધારાસભ્યો જયપુરની એક હોટલમાં છે.

બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલની ભલામણે બંધારણ પ્રક્રિયાનો મજાક ઉડાવ્યો છે. સાથે કહ્યું કે, જો રાજ્યપાલ તમામ પાર્ટીને અલગ-અલગ રીતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે બોલાવી રહ્યા હતા તો કોંગ્રેસને કેમ આમંત્રણ અપાયું નથી.

FB Comments