આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈમાં દુનિયાની વધુ એક મહાશક્તિનો મળ્યો સાથ, પુતિને મોદીને ફોન કરી કહ્યું, ‘અમે ભારતની પડખે છીએ’

પુલવામા આતંકી હુમલા અને પીઓકેમાં ઘુસી ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ભારતને દુનિયાના મહત્વના અને મોટાભાગના દેશોનો સાથ સાંપડી રહ્યો છે.

 

એવો જ વધુ એક દેશ છે રશિયા. દુનિયાની બે મહાશક્તિઓમાંનું એક અમેરિકા તો પહેલાથી જ ભારતની પડખે હતું અને રશિયા તો ભારતનું સૌથી જૂનું મિત્ર છે. રશિયાએ મિત્રતા દરેખ વખતે નિભાવી છે અને આ વખતે પણ રશિયાએ ભારતને આતંકવાદની લડાઈ સામે મજબૂતાઈ સાથે પોતે ભારતની સાથે હોવાની વાત દોહરાવી છે.

READ  કોરોના વાઈરસથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? જાણો વિગત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પુલવામા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરી આતંકવાદ વિરુદ્ધ ભારત પ્રત્યે પોતાની એકજુટતા વ્યક્ત કરી.

વડાપ્રધાન કચેરી (PMO)એ જાહેર કરેલા નિવેદન મુજબ, ‘મોદીએ સરહદ પારથી આતંકવાદી હુમલાઓ સામે પોતાના હિતોના રક્ષણ માટે ભારતના પ્રયત્નો પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા બદલ પુતિનનો આભાર વ્યક્ત કર્યો. મોદીએ ટેલીફોન થયેલી વાતચીત દરમિયાન આતંકવાદને પહોંચી વળવામાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવાની ભારતીય પ્રતિબદ્ધતા દોહરાવી. પુતિને ચાલુ વર્ષે વ્લાદિવોસ્તોકમાં થનાર ઈસ્ટર્ન ઇકોનૉમિક ફોરમ માટે પીએમ મોદીને આમંત્રણ પણ દોહરાવ્યો.’

READ  VIDEO: અમદાવાદમાં લૉકડાઉન હોવા છતાં જોવા મળી લોકોની ભીડ, બેદરકારી પડી શકે છે મોંઘી

 

Oops, something went wrong.
FB Comments