કોરોના સામે લડાઈ : PM મોદી સહિત સાંસદોના પગારમાં 30 ટકા કપાત, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

Prez, vice-prez, governors voluntarily decided to take pay cut : Prakash Javdekar | Tv9

દેશમાં કોરોના વાઈરસનું મોટું સંકટ છે ત્યારે કેન્દ્રિય કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સાંસદોના પગારમાં 30 ટકા સુધીનો કાપ મૂકવામાં આવશે. આ કાપ 1 વર્ષ સુધી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવી જાણકારી પ્રકાશ જાવડેકરએ આપી હતી. વડાપ્રધાનના પગારમાં પણ 30 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં પણ એકવર્ષ માટે કાપ મુકાશે.

READ  ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં, રિક્વરી રેટ વધીને 49.21 ટકા થયો: ICMR

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સિવાય કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી કે સાંસદોને જે ફંડ આપવામાં આવે છે તેને પણ 2 વર્ષ સુધી ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બાબતે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવશે અને નિર્ણય અમલમાં મુકશે. સાંસદોનું 2 વર્ષનું ફંડ ખતમ કરવાથી સરકારની પાસે 7900 કરોડ રુપિયાની બચત થશે અને તેનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરી શકાશે.

READ  કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, 'કોંગ્રેસે ઘોર ખોદી છે'

આ પણ વાંચો :  રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આદેશ, ગરબા રમવાને મામલે બોપલના PI બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments