કરોડો રૂપિયાની ગાડીઓ વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ કરોડો રૂપિયાની નંબર પ્લેટ વિશે તમે ક્યારેય સાંભળ્યું નહી હોય. જી હાં, યૂકેમાં હાલમાં એક નંબર પ્લેટની કિંમત ચર્ચાનો વિષય બનેલી છે, જેને લઈને તમારા હોશ ઉડી જશે.
દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ
તાજેતરમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે, યૂકેમાં એક ખાસ નંબર પ્લેટની કિંમત લગભગ 132 કરોડ રૂપિયા લગાવવામા આવી, પરંતુ પ્લેટના માલિકે આ ઓફર ઠૂકરાવી દીધી. આ પ્લેટનું રજિસ્ટ્રેશન નંબર F1 છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે, આ નંબરમાં એવું તો શું છે, તો તમને જણાવી દઈએ કે, F1 નંબર ‘ફોર્મૂલા 1’નું શોર્ટ ફોર્મ છે, જેના કારણે તેની કિંમત આટલી બધી છે.

સૌ પ્રથમ, આ નંબર પ્લેટ રૂ. 4 કરોડમાં વેચાઈ હતી, જેની કિંમત 132 કરોડ રૂપિયા છે. જોકે આવી નંબરની પ્લેન અત્યાર સુધી સૌથી મોંઘી 67 કરોડ રુપિયામાં વેચાઇ છે. જે દુબઇના બલવિંદર સાહનીએ ખરીદી જેનો નંબર D5 હતો. હાલ ભારતમાં આ પ્રકારની પ્લેટ્સ પર રોક છે. હાલ તમે આવી નંબર પ્લેટ હેઠળ માત્ર તમારી પસંદનો નંબર ખરીદી શકો છો.

આ પણ વાંચો : હોસ્પિટલની વચ્ચે ઓર્ગન મોકલવાનું થયું સરળ, ટૂંક સમયમાં લેવાશે ‘ડ્રોન’ની મદદ
અત્રે નોંધનીય છે કે, F1 પ્લેટ UKના પ્રખ્યાત કાર ડિઝાઇનર કંપનીના માલિક અફઝલ ખાન વાપરી રહ્યાં છે. તેમણે લગભગ 10 વર્ષ પહેલા આ નંબર 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત હવે વધીને 132 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

એટલું જ નહીં અફઝલ ખાન પાસે 60થી વધારે યૂનિક રજિસ્ટ્રેશન નંબર છે. પ્રત્યેક રજિસ્ટ્રેશન નંબરની એક અલગ સ્ટોરી છે જે ખુબ જ રોમાંચક છે. જો મિસ્ટર ખાન આને વેચવા માટે તૈયાર થઈ જાય છે તો તે દુનિયાની સૌથી મોંઘી રજિસ્ટ્રેશન પ્લેટ વેચવાનો એક નવો રેકોર્ડ બની શકે છે.
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Hits: 1200
Comments are closed, but trackbacks and pingbacks are open.