બેંગકોકમાં મોદી-મોદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના થાઈલેન્ડ પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના થાઈલેન્ડ પ્રવાસે છે. અહીં બેંગકોક એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાસદી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે, થાઈલેન્ડના કણ-કણમાં સ્વદેશ લાગે છે. અને ભારતીયતાની મહેક આવે છે. નિમિબુત્ર સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સરકારનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદી મોકૂફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું

પીએમ મોદી રવિવારે 16મી આસિયાન ભારત શિખર સમ્મેલનમાં ભાગ લેશે. 4 નવેમ્બરે પીએમ પૂર્વી એશિયા શિખર સમ્મેલન અને એક ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતિ પર ચર્ચા કરનારા દેશોની ત્રીજી શિખર બેઠકમાં પણ ભાગ લેશે. પીએમ મોદી અહી ગુરુનાનક દેવની 550મી જયંતીએ એક સિક્કો પણ જાહેર કરશે. તે સાથે જ તિરુક્કુલનો થઈ અનુવાદ પણ જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારતે ઈન્ડો-આસિયાન સમિટની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

READ  દૂધમાં ભેળસેળ બનશે ભૂતકાળ! ગુજરાતની એક યુનિવર્સીટીએ વિકસાવી દૂધ પરિક્ષણની હાઈટેક પદ્ધતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમાં 10 આસિયાન નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતે જાહેરાત કરી હતી કે, તેઓ આસિયાન-ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપની સતત મજબૂતી માટે કામ કરતા રહેશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ પ્રયત્નો માટે રૂ. 300 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. આસિયાન સભ્ય દેશો માટે ભારત દ્વારા માનવ સંસાધન સાથે જોડાયેલા પ્રયત્નો માટે રાખવામાં આવેલું આ સૌથી મોટું બજેટ છે. તેની શરૂઆત આ વર્ષ સપ્ટેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલની હાજરીમાં થઈ હતી.

READ  VIDEO: 2 બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments