વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી કરી દેશના વિકાસ માટે અગત્યની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી સૌથી મોટી જાહેરાત કરી હતી અને ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ની નિમણૂક કરવાની ઘોષણા કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકથી ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન મજબૂત બનશે અને સૈન્ય કામગીરીની સ્થિતિમાં વ્યૂહરચના ઘડવામાં સરળતા રહેશે. લાલ કિલ્લા પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરક્ષા મોરચે નવા પડકારોને ધ્યાનમાં રાખીને દેશની ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્ટાફ (સીડીએસ) ની નવી પોસ્ટ બનાવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

 

વડાપ્રધાને પોતાના ભાષણમાં વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે વસ્તી વિસ્ફોટ આવનારી પેઢીઓ માટે નવા પડકારો રજૂ કરે છે. મોદીએ કહ્યું કે જો જનતા શિક્ષિત અને સ્વસ્થ હશે તો દેશ પણ શિક્ષિત અને સ્વસ્થ બનશે. આપણા દેશમાં એક વર્ગ છે જે આને ખૂબ સારી રીતે સમજે છે. તેના ઘરે બાળકને જન્મ આપતા પહેલા તે વિચારે છે કે તેની સાથે અન્યાય ન થવો જોઈએ. શું હું તેની જરૂરિયાતો પૂરી કરી શકશે? શું હું તેના સપના પૂરા કરી શકશે? આનો વિચાર કરીને એક વર્ગ પરિવારને મર્યાદિત કરીને તેમના પરિવાર અને દેશના કલ્યાણમાં મોટો ફાળો આપી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં ઘણાં સુંદર જોવાલાયક સ્થળો છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે હું એવા લોકોને ઓળખું છું જેઓ વિદેશમાં રજાઓ માટે અથવા ફરવા જાય છે પરંતુ જ્યારે દેશ 2022 માં 75 મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે ત્યારે દરેક કુટુંબ દેશમાં 15 પર્યટક સ્થળોની મુલાકાત લેશે, તેનાથી ઘરેલું પર્યટન વધશે. જે પર્યટક સ્થળોનો વિકાસ નથી થયો ત્યા પ્રવાસીઓમાં વધારો થતાં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. આનાથી પર્યટન ઉદ્યોગને વેગ મળશે અને લોકોને તેમનો દેશ અને સંસ્કૃતિ વિશે માહિતી મળશે.

READ  જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Gujarat: Reaction of youths ahead of Gujarat bypolls, Tharad| TV9GujaratiNews

FB Comments