ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દુશ્મનને મળ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ ગુરૂવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયૂક્ત રાષ્ટ્ર મહાસભામાં મુલાકાત કરી. બંને નેતાઓએ પોતાના ક્ષેત્રીય હિતોના મુદ્દા પર ચર્ચા કરી.

તેહરાનના પરમાણુ કાર્યક્રમને લઈ ઈરાન અને સંયૂક્ત રાજ્ય અમેરિકાની વચ્ચે આમને-સામનેની વાતચીતની વચ્ચે રૂહાનીની સાથે વડાપ્રધાન મોદીની બેઠક થઈ, જે ખુબ મુખ્ય છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી હતી. ત્યારે હવે તેમના દુશ્મન બની ચૂકેલા ઈરાનના રાષ્ટ્ર અધ્યક્ષને મળેલા વડાપ્રધાન મોદી બંને દેશોની વચ્ચે શાંતિ પુન:સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રામ મંદિર પર PM મોદીની સંસદમાં મોટી જાહેરાત, 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હશે ટ્રસ્ટનું નામ

ઈરાન પર ઘણા પ્રતિબંધ લગાવ્યા પછી બંને દેશોની વચ્ચે સંબંધમાં ઘણા તણાવ આવ્યા હતા અને ખાડી દેશોમાં તણાવની સ્થિતી આવી ગઈ હતી. જો કે થોડા દિવસ પહેલા સાઉદી સ્થિત તેલ કુવાઓ પર હુમલા પછી વધુ તણાવ જોવા મળ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ રૂહાની સાથેની મુલાકાત પર દુનિયાભરના નેતાઓની નજર હતી.

READ  બગદાદ એરપોર્ટ પર અમેરિકાની 'એર સ્ટ્રાઈક', ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલા બંને નેતાઓ જૂનમાં કિર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO શિખર સંમેલનમાં બેઠક કરી શક્યા નહતા. ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ જૈકિંડા અર્ડર્નની પણ મુલાકાત કરી અને આતંકવાદ સામે લડવા માટે એકબીજાનું સમર્થન કર્યુ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને રાજકીય, આર્થિક, રક્ષા, અને સુરક્ષા સંબંધોને વધારવા માટેના પગલા લેવા માટે ચર્ચા કરી.

READ  VIDEO: વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી! 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક

 

Oops, something went wrong.
FB Comments