VIDEO: આજે સાંજે 4 કલાકે PM મોદી કરશે રાષ્ટ્રજોગ સંબોધન

Prime Minister Narendra Modi to address the nation at 4 pm today

અનલૉક-2ની ગાઈડલાઈન આવી ગઈ છે બીજી તરફ સરહદ પર તણાવ વધી રહ્યો છે ત્યારે આજે સાંજે 4 કલાકે PM મોદી દેશવાસીઓેને સંબોધન કરશે. કોરોના કાળમાં પીએમ મોદી આજે છઠ્ઠી વખત દેશને સંબોધિત કરવાના છે. જાણીએ પહેલા કઈ કઈ તારીખે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને તે સમયે તેમણે શું જાહેરાતો કરી હતી.

READ  સુરત ટ્રાફિક પોલીસના હાથમાં મેમો બુકની જગ્યાએ કાંઈક અલગ જ જોવા મળ્યું!

આ પણ વાંચો: VIDEO: મુંબઈ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો, દાદર પરેલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી

પહેલું સંબોધન પીએમ મોદીએ 19 માર્ચે કર્યું હતું તે વખતે તેમણે જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી. 24 માર્ચે વડાપ્રધાને બીજીવાર સંબોધન કર્યું ત્યારે તેમણે લૉકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ 3 એપ્રિલે સંબોધન કર્યું હતું જે સમયે તેમણે કોરોના વૉરિયર્સ માટે દીવા સળગાવાની અપીલ કરી હતી. 14 એપ્રિલે જ્યારે તેમણે ચોથીવાર સંબોધન કર્યું ત્યારે લૉકડાઉન-2ની જાહેરાત કરી હતી. ત્યારપછી છેલ્લે તેમણે 12 મેના રોજ સંબોધન કર્યું હતું. તે વખતે તેમણે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને હવે આજે સાંજે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ VIDEO


 

FB Comments