રાજકોટમાં 150 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશ્યાલિટી સિવિલ હોસ્પિટલનું કરાયું નિર્માણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 150 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનામાં નવી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સાથે રાજકોટમાં નવી બનનારી એઇમ્સ હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ હોસ્પિટલના 4 માળમાં 8 સુપરસ્પેશ્યાલિસ્ટ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં કાર્ડિયોલોજી, કાર્ડિયોથેરાસીસ સર્જરી, ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી, યુરોલોજી, નેફ્રોલોજી, હ્યદય, કિડની, પ્લાસ્ટિક સર્જન, દાઝેલા દર્દીઓની સારવાર અને કેથલેબની સુવિધા મળશે. આ ઉપરાંત 8 આધુનિક ઓપેરશન થિયેટર અને 250 બેડની સુવિધા હશે. આ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારે તેવા પ્રાઈવેટ વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે.

READ  મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા 'ફ્લોપ'

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી કોર્ષની પણ શરૂઆત કરાઈ છે, જેનો લાભ મેડિકલના વિદ્યાર્થીને મળી શકશે. રાજકોટમાં થોડા સમયમાં કાર્યરત થનારી મિનિ એઈમ્સમાં દર્દી અને તેમના સ્વજનોની માનસિક તાણ ઓછી કરવા મ્યુઝિક થેરાપીનો સમાવેશ કરાયો છે. આ હોસ્પિટલ કાર્યરત થતા જ સૌરાષ્ટ્રના લોકોને જટિલ ગણાતા રોગની સારવાર ઉલબ્ધ બનશે. સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધીના ધક્કા ખાવામાંથી પણ મુક્તિ મળશે.

READ  Bhakti : Pradakshina Mahima , Part 2

આ પણ વાંચો: અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

By creating a law for all persecuted minorities, there is no violation of Article 14: Amit Shah

FB Comments