વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુતાનના પ્રવાસે, ભુતાન પ્રવાસ કેમ મહત્વનો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ માટે ભુતાનના પ્રવાસે છે. સમગ્ર દુનિયાના દેશોની નજર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભુતાન પ્રવાસ પર ટકેલી છે. કેમ કે ડોકલામ વિવાદ અને બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ મોદીનો આ પહેલો ભુતાન પ્રવાસ છે. પીએમ મોદીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં મહત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદીના ભુતાન પ્રવાસ દરમિયાન 5 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે સાથે જ બંને દેશો વચ્ચે 10 સમજુતીઓ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી ભુતાનની પ્રતિષ્ઠિત રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન પણ કરશે.

READ  સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લોકડાઉન: જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

વડાપ્રધાન મોદીનો ભુતાન પ્રવાસ કેમ મહત્વનો છે? એક તરફ ચીન બેચેન છે તો બીજી બાજુ પાકિસ્તાન પરેશાન છે. ડોકલામ મુદ્દે ચીન પહેલેથી ભારત સામે રોષે ભરાયેલ છે અને હવે પાકિસ્તાનના કહેવાથી કાશ્મીર મુદ્દાને ચીન હવા આપી રહ્યું છે. આવા સમયે વડાપ્રધાન મોદીનો ભુતાન પ્રવાસ ખૂબ જ મહત્વનો છે કેમ કે ભારત અને ભુતાન બંને હિમાલયથી જોડાયેલા દેશ છે. ડોકલામ ભુતાનનો હિસ્સો છે, પરંતુ ચીન તેને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યો છે. ડોકલામ વિવાદ દરમિયાન ભારતે ભુતાનને મજબૂત ટેકો આપ્યો હતો. ત્રણેય દેશ વચ્ચે આ વિવાદ અંદાજિત 73 દિવસ સુધી ચાલ્યો હતો. ડોકલામને લઈને ચીન ભુતાન પર દબાણ વધારી રહ્યું છે અને તેને ભારત વિરોધી ઉકસાવી રહ્યું છે. પીએમ મોદીના ભુતાન પ્રવાસ પહેલા આ પહેલા મોદી સરકારના વિદેશ પ્રધાન એસ.જયશંકર પણ ભુતાન પ્રવાસ કરી ચુક્યા છે. ડોકલામ વિવાદ બાદ પીએમની ભુતાન યાત્રા ડ્રેગનને ડંખે તેવા પૂરા સંકેત છે.

READ  ભારતીય ક્રિકેટર્સમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે આક્રોશ, ‘વાત થવી તો જોઇએ, પણ હવે માત્ર યુદ્ધના મેદાન પર જ થવી જોઇએ’

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments