વડાપ્રધાન મોદીને પોતાનું નિવાસસ્થાન બદલવું પડશે, PM ચાલીને જશે ઓફિસ, જાણો કેમ

prime ministers house and office will be shift near south block pm will walk to office on foot PM modi ne potanu nivassthan badalvu padse PM chali ne jase office jano kem

વડાપ્રધાન મોદીનું નિવાસસ્થાન અને કાર્યાલય ઝડપી જ સાઉથ બ્લોકની પાસે શિફ્ટ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવુ કરવાની સંભાવના છે. આ પ્રિયોજનામાં ઉપ-રાષ્ટ્રપતિનું ઘર પણ નોર્થ બ્લોકમાં શિફ્ટ થઈ શકે છે.

Image result for pm modi house delhi"

એક અહેવાલ મુજબ ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું નિવાસસ્થાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની નજીક શિફ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેનાથી ટ્રાફિક સિસ્ટમને સરળ બનાવવામાં પણ મદદ મળશે. કારણ કે VVIP મૂવમેન્ટના કારણે લુટિયન એરિયામાં લોકોને અસુવિધા થાય છે. સાથે જ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ લુટિયંસ દિલ્હીમાં તોડી પાડવામાં આવતી ઈમારતોમાં ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન પણ સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાજલ ઓઝા વૈદ્ય બાદ નીલકંઠ વર્ણી વિવાદમાં કટાર લેખક જય વસાવડાનું પણ બાપુને સમર્થન

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાનનું નિવાસ અને કાર્યાલય ખુબ નજીક હશે, જેથી વડાપ્રધાન મોદી ઘરેથી ઓફિસ ચાલીને જઈ શકે. સાથે જ આ યોજનામાં નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને બે સંગ્રહાલયોમાં બદલવાનો પણ પ્લાન છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  લોકસભા ચૂંટણી 2019ઃ દિલ્હીમાં ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ વિપક્ષી દળની બેઠક, દીદી અને બહેનજીએ કહ્યું જરૂર નથી

 

શું છે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ?

સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ કેન્દ્ર સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. તેમાં 3 કિલોમીટર લાંબો રાજપથ અને ત્રિકોણીય સંસદ ભવન બનાવવામાં આવશે. સાથે જ તમામ મંત્રાલયો માટે એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ પણ થશે. યોજના મુજબ ત્રિકોણીય સંસદ ભવનનું નિર્માણ ઓગસ્ટ 2022 સુધી કરવાનું લક્ષ્ય છે. જ્યારે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો હશે, ત્યારે 2024 સુધી નવા કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ કરવાની પણ સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Cyclone Bulbul: આગામી 12 કલાક ખુબ જ ખતરનાક, વડાપ્રધાન મોદીએ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી વાતચીત

 

યોજના મુજબ નવા સંસદ ભવનમાં 900થી 1200 સાંસદોને બેસવાની ક્ષમતા હશે. જેમાં સાંસદોના ટેબલ પર કોમ્પ્યુર સ્ક્રીન લાગેલી હશે. સાંસદો અને મંત્રીઓને બેસવા માટે આરામદાયક ઓફિસ સહિત ઘણી આધુનિક સુવિધાઓ પણ હશે. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય મુજબ આ પ્રોજેક્ટમાં ઈન્ડિયા ગેટની પાસ એક વિશાળ પાર્ક પણ વિકસિત કરવામાં આવશે.

 

Top 9 Political News Of The Day: 21/1/2020| TV9News

FB Comments