ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને લીધે આ ભારતીય ક્રિકેટર પર BCCIએ લગાવ્યો પ્રતિબંધ

ભારતીય ક્રિકેટ ટીમના યુવાન બેટસમેન અને તેમની કેપ્ટનશીપમાં ભારતીય અંડર-19 ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવનારા ભારતીય ટીમના સ્ટાર પૃથ્વી શો પર BCCIએ પ્રતિબંધ લગાવ્યો છે.

ડોપ ટેસ્ટમાં ફેલ થવાના કારણે પૃથ્વી શો પર આ એકશન લેવામાં આવી છે. BCCIએ પૃથ્વી શો પર 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો છે. પૃથ્વી શો પહેલાથી જ ઈજાગ્રસ્ત હોવાને લીધે ભારતીય ટીમથી બહાર હતા. આ કારણથી તેમની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત ઉમરપાડામાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

પૃથ્વી શો સિવાય ક્રિકેટર અક્ષય દુલ્લારવાર, રાજસ્થાનના દિવ્ય ગજરાજને પણ ડોપિંગ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી શોએ છેલ્લી ઈન્ટરનેશનલ ટેસ્ટ મેચ 23 ઓક્ટોબર 2018ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે હૈદરાબાદમાં રમી હતી. તેમને અત્યાર સુધી ભારત માટે 2 ટેસ્ટ મેચ રમી છે. તેમના નામે એક સદી અને એક અડધી સદી નોંધાયેલી છે.

READ  આધાર કાર્ડ પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કરી સ્પષ્ટતા, ઈન્કમ ટેક્સ રિટર્ન માટે આધાર લિન્ક કરવો જરૂરી
Oops, something went wrong.
FB Comments