29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકારની શપથવિધિ, આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચા(JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને બહુમત મળ્યો છે. આ બાદ નવી સરકારના ગઠનની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. એવી પહેલા પણ જાહેરાત કરવામાં આવી કે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ 29 ડિસેમ્બરના રોજ લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શું અમરાઈવાડી બેઠક માટે રમેશ પટેલ (કાટા) ભાજપના ડાર્ક હોર્સ સાબિત થશે ?

 

 

ક્યાં યોજાશે શપથવિધિ સમારોહ?
ઝારખંડના રાંચી શહેર ખાતે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહ રાંચીના મોરહાબાદી મેદાનમાં રાખવામાં આવ્યો છે. હેમંત સોરેનની ગઠબંધનની સરકાર શપથ લેશે ત્યારે કુલ 6 મુખ્યમંત્રી અને 5 પૂર્વ મુખ્યમંત્રી આ શપથ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :   ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

election-results-jharkhand-assembly-seats-jmm-dumka-barhet-congress-alliance-hemant-soren-bjp-shibu-soren

જાણો ક્યાં ક્યાં રાજયોના મુખ્યમંત્રી રહેશે સામેલ?

આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી તો હાજરી આપવાના છે અને તેમની સાથે અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહી શકે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ સમારોહમાં હાજરી આપશે. આ સિવાય પી. ચિદમ્બરમ, અહમદ પટેલ અને કેસી વેણુગોપાલ હાજર રહે તેવી શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પણ આ શપથ સમારોહમાં હાજરી આપશે.

READ  'સાસુ હોય તો નીતા અંબાણી જેવી', પુત્રવધુ શ્લોકાને દુનિયાનો સૌથી મોંઘો રૂ. 300 કરોડનો હાર ભેટમાં આપ્યો !

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

hemant-soren-jharkhand-assembly-election-results-raghubar-das-jharkhand-mukti-morcha-victory

જો પૂર્વ સીએમની વાત કરીએ તો બસપા પ્રમુખો માયાવતી, અખિલેશ યાદવ, હરીશ રાવત, ચંદ્રબાબુ નાયડુ, એચડી કુમારાસ્વામી હાજરી આપી શકે છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

 

TV9 Headlines @ 5 PM: 17/2/2020| TV9News

FB Comments