અધધધ… આટલાં કરોડોમાં વેચાશે પ્રિયંકા અને નિકના લગ્નની તસ્વીરો!!!

દુનિયાભરમાં અત્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ચર્ચાઓ થઇ રહી છે, થોડા સમય પહેલા જ પ્રિયંકાના વેડિંગ શાવર અને બેચલર પાર્ટીની તસ્વીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી.

આ કપલ ડિસેમ્બર મહિનામાં પ્રભુતામાં પગલાં માંડશે, આશરે 1500 થી 2000 મેહમાનો આ લગ્ન સમારંભમાં હાજરી આપશે જેમાં સલમાન ખાન, શાહરુખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરીના કેફ, ફરહાન અખ્તર અને અન્ય બોલીવુડની હસ્તીઓ હાજરી આપશે. પ્રિયંકા અને નિક જોધપુરમાં આવેલા ઉમેદ ભવનમાં પરંપરાગત રાજસ્થાની ઠાઠથી લગ્ન કરશે.

થોડા સમય પહેલાજ સામે આવેલી ખબર પ્રમાણે આ કપલે પોતાના લગ્નની તસ્વીરોના ‘કોપી રાઇટ્સ’ એક ઇન્ટરનેશનલ મેગેઝીનને આપી દીધા છે પરંતુ આ વાત હજુ સુધી પુષ્ટિ થઇ નથી પણ કહેવાય છે કે આ મેગેઝીને આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે અને જો ખબરોની વાત માનીએ તો પ્રિયંકા અને નિકે અધધધ રૂ 25 લાખ ડોલરમાં પોતાના લગ્નની તસવીરોના ‘કોપી રાઇટ્સ’ આ નામચીન મેગેઝીનને આપી દીધા છે.

FB Comments

Hits: 48

Comments are closed, but trackbacks and pingbacks are open.