પ્રિયંકા ગાંધીએ ચાલી BJPની ચાલ, Twitter બાદ હવે Whatsapp પર કરી પૉલિટીકલ એન્ટ્રી

સક્રિય રાજકારણમાં પ્રવેશતાની સાથે જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર ડેબ્યૂ તો કરી જ લીધું હતું. લખનઉમાં મેગા રોડ શો અને સળંગ બેઠકો કર્યા બાદ હવે પ્રિયંકા કાર્યકર્તાઓ સાથે સતત જોડાયેલા રહેવા માટે વ્હોટ્સએપના સહારે છે.

ટિકિટના ઉમેદવારોની પૃષ્ઠભૂમિ જાણવા ઉપરાંત, વ્હોટ્સએપ અને ટ્વિટર પર કાર્યકર્તાઓની સક્રિયતાની પણ જાણકારી તે લઈ રહ્યાં છે. અને કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહેવા માટે પ્રિયંકા ગાંધીએ વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. અને આ ગ્રુપનું નામ રાખ્યું છે ‘ચૌપાલ’.

આ વ્હોટ્સએપ ગ્રુપમાં દરેક કાર્યકર્તાને દરેક બૂથ પરથી 10-10 કાર્યકર્તાઓને જોડવા માટે કહ્યું છે.

આ પહેલા પણ ચૌપાલ મોડેલ દ્વારા અમેઠી અને રાયબરેલીના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાઈ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશની જવાબદારી લીધા બાદ પ્રિયંકા ગાંધીની પ્રાથમિક કામગીરી એ જ ચાલી રહી છે કે કાર્યકર્તાઓને એકબીજા સાથે જોડવામાં આવે. ખુદ પ્રિયંકા આ ગ્રુપ્સ દ્વારા કાર્યકર્તાઓ પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ લેશે.

ઉપરાંત, પ્રિયંકાને મળવા આવી રહેલા કાર્યકર્તાઓ અને ટિકિટ દાવેદારો પાસેથી પણ એક ફોર્મ ભરાવાઈ રહ્યું છે. સાથે જ પ્રિયંકા, તેમની જાતિ, ઉપજાતિ, સોશિયલ મીડિયા પર ઉપસ્થિતિ જેવી બાબતોની પણ જાણકારી લઈ રહી છે. અને ખાસ કરીને અગાઉની જે ચૂંટણીમાં લઈ ચૂક્યા છે તેની જાણકારી પણ લેવાઈ રહી છે.

[yop_poll id=1417]

Waterlogged roads in Ahmedabad busting reality of AMC's pre-monsoon action plan | Tv9GuajratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

અમદાવાદ LCBએ કારખાનાઓમાંથી મશીનો અને વાયરની ચોરી કરતાં બે રીઢા ચોરોને પકડી પાડ્યા,

Read Next

પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ

WhatsApp પર સમાચાર