મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

priyanka-gandhi-protest-on-india-gate-delhi priyanka gandhi e kahyu desh gunda oni jagir nai

મહિલાઓની સુરક્ષા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઈન્ડિયા ગેટ પર ધરણાં પર બેસ્યા છે. પ્રિયંકા ગાંધી જામિયામાં હિંસા મુદ્દે પણ ધરણાં કરી રહ્યા છે. જામિયામાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, દિલ્હી પોલીસે તેમના પર હુમલો કર્યો હતો. સાથે કેમ્પસમાં આંસૂ ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.

READ  કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

આ પણ વાંચોઃ તમારા મોબાઇલનો ડેટા થઈ શકે છે ડિલીટ, ગૂગલ ક્રોમ અપડેટમાં સામે આવી આ મોટી ખામી!

પ્રિયંકા ગાંધી સાથે તેમના સમર્થકો પણ હાજર છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, દેશ ગુંડાઓની જાગીર નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 2 કલાકનું આ પ્રદર્શન 4 વાગ્યે શરૂ થયું છે. સુરજેવાલાએ કહ્યું કે, જામિયાના વિદ્યાર્થીઓએ પોતાની એકતાનું પ્રમાણ દેખાડ્યું છે. ત્યારે પ્રિયંકાના આ ધરણાંમાં કેસી વેણુગોપાલ, પૂર્વ રક્ષા પ્રધાન એ.કે એન્ટની, અહમદ પટેલ અને પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

READ  દેશના ગૌરવ અને બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન ભારત પરત ફર્યા આગામી 24 કલાકોમાં તેમની સાથે શું-શું થશે ? જાણો આ ખાસ રિપોર્ટમાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments