કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અડધી રાત્રે ટ્વિટ કર્યો ‘ॐ ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चै’ મંત્ર, યુઝર્સે કર્યા ટ્રોલ

priyanka gandhi tweet durga saptashati at midnight congress mahasachiv priyanka gandhi e modi ratre tweet karyo mantra users e karya troll

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં ઉત્તરપ્રદેશના પ્રવાસ પર છે. તે દરમિયાન તે સતત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલથી દુર્ગા સપ્તશતી પાઠનો એક મંત્ર ટ્વિટ કર્યો. પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટમાં લખ્યું- ‘ऊं ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चै.’

priyanka gandhi tweet durga saptashati at midnight congress mahasachiv priyanka gandhi e modi ratre tweet karyo mantra users e karya troll

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વધુ એક કચરા કૌભાંડ! કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કર્યો પર્દાફાશ, પ્લાન્ટ બંધ હોવા છતા ઇજારદારને ચૂકવાય છે બિલ

ત્યારે પ્રિયંકા ગાંધીના આ ટ્વિટ પછી તે અટકળો ચાલી રહી છે કે તે શું કહેવા ઈચ્છે છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લુનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીએ આ ટ્વિટ જાતે કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રિયંકા ગાંધીના આ ટ્વિટ પર ટ્વિટર યુઝર્સ સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અરવિંદ કુમાર નામના યુઝર્સે લખ્યું નાસમજ ને સમજવાની જરૂર નથી. સમજદારો માટે ઈશારો પુરતો હોય છે. જ્યારે એક યુઝર્સે તેમના ટ્વિટને નારી શક્તિનું પ્રતીક ગણાવ્યું.

READ  પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રિયંકા ગાંધીએ આ ટ્વિટ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યા પછી કર્યુ છે. સોમવારે પ્રિયંકા ગાંધીએ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરનારા લોકોની વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

 

Oops, something went wrong.
FB Comments