વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનું નિધન, 3 મહિનાથી એઈમ્સમાં લેતા હતા સારવાર

PMO's PRO Jagdish Thakkar died
PMO's PRO Jagdish Thakkar died

વડાપ્રધાન કાર્યાલયમાં પબ્લિક રિલેશન ઓફિસર (PRO)ના પદે કાર્યરત જગદીશ ઠક્કરનું નિધન થયું છે. જગદીશ ઠક્કર લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ત્રણ મહિનાથી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

જગદીશ ઠક્કરનું મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જગદીશ ઠક્કરના નિધન પર દુઃખ અને ઉંડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

READ  દેશના 4 લોકો પાસે છે ભારતની સૌથી સુરક્ષિત SPG સુરક્ષા જેમાં 3 કોંગ્રેસી નેતા છે!

PM Modi expresses grief over Jagdish Thakkar's death

 

ભાવનગરમાં 2 ફેબ્રુઆરી 1946માં જગદીશ ઠક્કરનો જન્મ થયો હતો. જગદીશ ઠક્કર 1986થી ગુજરાતમાં મુખ્યપ્રધાનના જનસંપર્ક અધિકારી તરીકે કાર્યરત હતા.. જગદીશ ઠક્કર સેવા નિવૃત્ત થઈ ગયા બાદ પણ તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ જગદીશ ઠક્કરને પોતાની સાથે દિલ્હી લઈ ગયા હતા. જગદીશ ઠક્કરના પરિવારમાં તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર છે.

READ  વિશ્વ કપની પ્રથમ મેચમાં સૌરવ ગાંગૂલી અને ધોનીની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો કેમ

રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાંજ જગદીશ ઠક્કરની અંત્યેષ્ઠી કરવામાં આવે તેવી સંભાવના છે.

[yop_poll id=”177″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments