ભારત-પાકિસ્તાનના ઝગડામાં જાણો કઈ રીતે મહાશક્તિ અમેરિકાની આબરૂના કટ્ટર હરીફ રશિયાના હાથે ઉડી ગયા ધજાગરા

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ કરાયેલી ઍર સ્ટ્રાઇકના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પરાકાષ્ઠાએ છે.

 

ભારત-પાકિસ્તાનના આ ઝગડામાં દુનિયાની બે મહાશક્તિઓએ પણ પરોક્ષ રીતે જોડાવુ પડ્યું અને અને જગત જમાદાર હોવાનો દમ ભરતા અમેરિકાએ પોતાના કટ્ટર હરીફ રશિયાના હાથે માત ખાવી પડી. રશિયાના કારણે અમેરિકાની આબરૂના આખા વિશ્વમાં ધજાગરા ઉડી ગયાં.

હકીકતમાં ભારતીય વાયુસેનાના બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાને દાયકાઓ જૂના મિગ 21 વિમાન દ્વારા પાકિસ્તાનના ફોર્થ જનરેશનના આધુનિક એફ-16 વિમાનને તોડી પાડ્યું. આ એફ-16 વિમાન અમેરિકાએ બનાવ્યું અને પાકિસ્તાનને વેચ્યું છે. મિગ 21 દ્વારા એફ 16ના ટુકડે-ટુકડા થઈ જતા અમેરિકા લાલઘુમ છે અને તેણે પાકિસ્તાન પાસે એફ-16ના દુરુપયોગ બદલ જવાબ માંગ્યો છે.

READ  VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

એક તરફ વર્તમાનની બહાદુરીના તો ચોતરફ વખાણ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ મિગ 21 દ્વારા એફ 16ને તોડી પડવાની ઘટના દુનિયાના ઇતિહાસમાં કદાચ પહેલી વાર નોંધાઈ છે. અભિનંદન અને મિગ 21ના આ કારનામાથી આખી દુનિયા અચરજમાં છે.

એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું, ‘ભારતીય આકાશમાં થયેલી આ લડાઈ વિમાનોની વૈશ્વિક દુનિયામાં ચર્ચાનો વિષય છે. કદાચ આવું ઇતિહાસમાં પહેલી વાર બન્યું હશે કે જ્યારે રશિયાના મિગ 21 વિમાને અમેરિકાના આધુનિક ટેક્નોલૉજી અને મજબૂતાઈથી સજ્જ એફ-16 વિમાનને તોડી પાડ્યું હોય.’

READ  પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ શું હેક થઈ આરોપ લગાવી દીધો ભારત પર !

સૈન્ય અધિકારીએ કહ્યું, ‘ભારતીય વાયુસેનાના જવાનોની તપ્રતાએ પાકિસ્તાનની ખરાબ નીયતને સફળ ન થવા દીધી. શક્તિશાળી એપ-16 વિમાન વડે પાકિસ્તાનની કોશિશ લેઝર ગાઇડેડ બૉંબ ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર વરસાવવાની હતી, પરંતુ વાયુસેનાએ બહાદુરી સાથે તેને નિષ્ફળ બનાવી અને કોઈ મોટું નુકસાન ન થયું.’

Oops, something went wrong.
FB Comments