આજે EDની સામે હાજર થશે શરદ પવાર, મુંબઈ પોલીસે 7 પોલીસ સ્ટેશનમાં કલમ 144 લાગૂ કરી

મુંબઈ પોલીસે શુક્રવારે NCPના પ્રમુખ શરદ પવારને ED કાર્યાલય જવાના કાર્યક્રમને લઈને બલાર્ડ પિયર સ્થિત ED કાર્યાલયની બહાર અને દક્ષિણ મુંબઈના ઘણા ક્ષેત્રોમાં પ્રતિબંધ લાગૂ કરી દીધો છે. શરદ પવાર બૅન્ક કૌભાંડા મામલે EDની સામે હાજર થશે.

શરદ પવારે ગુરૂવારે જ પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તે ED કાર્યાલયની પાસે ભેગા ના થાય અને તે પણ સુનિશ્ચિત કરે કે લોકોને કોઈ અસુવિધા ના થાય. મુંબઈ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે સંભવિત વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા EDના કાર્યાલયની બહાર કલમ 144 લાગૂ કરવામાં આવી છે. પવારે કહ્યું હતું કે તે મહારાષ્ટ રાજ્ય સહકારી (MSC) બૅન્ક કૌભાંડના સંબંધમાં તેમની વિરૂદ્ધ દાખલ મની લોન્ડ્રિંગના કેસમાં EDની સામે તે હાજર થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પીએમસી ખાતાધારકોએ RBI ઓફિસ બહાર કર્યું પ્રદર્શન, જુઓ VIDEO

પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ મુજબની ફરિયાદ હેઠળ ED તે આરોપોની તપાસ કરી રહી છે કે MSCBના ટોચના અધિકારી, અધ્યક્ષ, MD, CEO,કર્મચારી અને સહકારી સુગર ફેક્ટરીના અધિકારીઓને અયોગ્ય રીતે લોન આપવામાં આવી. એજન્સીએ લોન આપવા અને અન્ય પ્રક્રિયામાં કથિત અનિયમિતતાની તપાસ માટે પવાર, તેમનો ભત્રીજો અને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને લગભગ 70 જેટલા અન્ય લોકોની વિરૂદ્ધ PMLA હેઠળ કેસ દાખલ કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઐતિહાસિક કહાનીઓ પર આધારિત વેબ સિરિઝ 'મહારાજા છત્રસાલ' નો ફર્સ્ટ લુક આવ્યો સામે

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

EDનો મામલો મુંબઈ પોલીસની FIR પર આધારિત છે. તેમને કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારનું નામ EDની ફરિયાદમાં પોલીસ FIRના આધાર પર સામેલ કરવામાં આવ્યુ છે. આ મામલો એવા સમય દાખલ કરવામાં આવ્યો, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. રાજ્યમાં એક તબક્કામાં 21 ઓક્ટોબરે વિધાનસભાની તમામ 288 સીટો પર મતદાન થશે.

READ  ભારત સામેની વન-ડે સીરીઝ પહેલા ટીમના આ બોલરથી ગભરાઈ ઓસ્ટ્રેલિયાની ટીમ

 

Oops, something went wrong.
FB Comments