જે વસ્તુ માટે ભારત હતું ચીન પર નિર્ભર, હવે એ જ વસ્તુઓ દુનિયાભરના દેશને કરશે નિકાસ!

govt-allows-export-of-ppe-kit-caps-monthly-limit-at-50-lakh-units
તસવીર પ્રતિકાત્મક છે.

કોરોના વાઈરસના લીધે દેશમાં નવા ફેરફારો થઈ રહ્યાં છે અને દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. જે વસ્તુઓ માટે ભારતને ચીન જેવા દેશ પર આધાર રાખવો પડી રહ્યો હતો તે વસ્તુઓ આજે ભારત પોતાના દેશમાં બનાવી રહ્યું છે. આ વસ્તુઓ ભારત પોતાના માટે જ બનાવી રહ્યું છે પણ અન્ય દેશમાં તેની નિકાસ પણ કરવા માટે સક્ષમ બન્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્ટાન્ડર્ડ PPE કિટનું ભારત કરી રહ્યું છે મોટાપાયે ઉત્પાદન
કોરોના વાઈરસની મહામારીના લીધે દેશમાં પીપીઈ કિટની અછત સર્જાઈ હતી. ભારતે અન્ય દેશમાંથી પીપીઈ કિટ આયાત કરવાની ફરજ પડી હતી. જો કે બીજી તરફ દેશમાં પીપીઈ કિટ બનાવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. હવે ભારતમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ લાખોની સંખ્યામાં તૈયાર થઈ રહી છે. ક્લાસ-3 લેવલની પીપીઈ કિટ ભારત બનાવી રહ્યું છે. પીપીઈ કિટના નિર્માણમાં ભારત આત્મનિર્ભર બન્યું છે.

READ  લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી

આ પણ વાંચો : કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

govt-allows-export-of-ppe-kit-caps-monthly-limit-at-50-lakh-units

દેશમાં સરકારે આત્મનિર્ભર બનવા માટે કંપનીઓને કહ્યું હતું. આમ ભારતની ઘણીબધી કંપનીઓ પીપીઈ કિટના ઉત્પાદનમાં જોડાઈ હતી. જ્યારે એક સમય એવો હતો કે ભારતે અન્ય દેશ પાસેથી પીપીઈ કિટ આયાત કરીને મગાવી હતી. કોરોના વાઈરસની મહામારી પછી દેશમાં પીપીઈ કિટની નિકાસ પર પ્રતિબંધ સરકારે મુકી દીધો હતો. જો કે હવે ભારતમાં ઉત્પાદન વધ્યું છે અને દેશમાં જે જરૂરિયાત છે તેના કરતાં પણ વધારે કિટ પ્રતિદિવસ બની રહી છે. આથી સરકારે છૂટ આપી છે જેના લીધે એક મહિનામાં 50 લાખ યુનિટ પીપીઈ કિટ વિદેશમાં નિકાસ કરી શકાશે.

READ  કોરોના: રાજ્યમાં આજે કુલ 1,114 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, નવા 415 કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

govt-allows-export-of-ppe-kit-caps-monthly-limit-at-50-lakh-units

મેક ઈન ઈન્ડિયા હેઠળ નિકાસને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય

ભારત સરકારના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેઓએ લખ્યું કે મેક ઈન ઈન્ડિયા હેઠળ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કોરોના વાઈરસના બચાવમાં ઉપયોગી પીપીઈ કિટના 50 લાખ યુનિટને પ્રતિમાસ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

READ  ભારત પર થઈ શકે છે મિસાઇલ હુમલો! પાકિસ્તાની નેતાએ આપી ધમકી, જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

FB Comments