ગુજરાતમાં 25 IPSની બદલી સાથે 15 DYSP કક્ષાના અધિકારીઓને SP તરીકે બઢતી, જાણો કયા અધિકારીની ક્યાં થઈ નિમણૂક

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી. તે IPS અધિકારીઓની બદલીની જાહેરાત આખરે રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. 25 IPS અધિકારીઓની રાજ્યવ્યાપી બદલી કરવામાં આવી તો 15 DySPને SP તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સિનિયર IPS અધિકારીઓમાં સૌથી મહત્વની બદલી માનવામાં આવે છે. તેમાં આઈબીના વડા આર. બી. બ્રહ્મભટ્ટની સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
 • સીઆઈડી ક્રાઈમમાંથી અજય તોમરને અમદાવાદ ક્રાઈમબ્રાંચના સ્પેશિયલ કમિશનર તરીકે બદલી કરાઈ
 • પંચમહાલ ગોધરા રેન્જ આઈજી મનોજ શશીઘરને ગુપ્તચર બ્યુરોના વડા તરીકે નિમણૂક અપાઈ
 • આર્મ્ડ યુનિટમાંથી ડૉ.સમશેર સિંગને અજય તોમરના સ્થાને સીઆઈડી ક્રાઈમના એડીજી પદે નિમણૂક
 • ડો.કે.એલ.એન રાવને જેલોના વડા તરીકે નિમણૂક
 • લો એન્ડ ઓર્ડરના એડીજી પદેથી સંજય શ્રીવાસ્તવને આર્મ્ડ યુનિટના વડા તરીકે નિમણૂક
 • જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીને બોર્ડર રેન્જના આઈજી તરીકે નિમણૂક
 • ડી.બી વાઘેલાને એસીબીના એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી
READ  VIDEO: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી દ્વારા સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલાની ઘટના CCTVમાં કેદ

25 આઈપીએસની બદલીઓ ઉપરાંત 2008ની બેચના 15 ડીવાયએસપીને એસપી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં અરવલ્લીના ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ખંભીસરમાં દલીત વરધોડાના કારણે ચર્ચામાં આવ્યા હતા. જેઓને રાજકોટ એસઆરપી જુથના વડા તરીકે મુકવામાં આવ્યા છે. મોરબીના ડીવાયએસપી બંને જોષીને રાજકોટ જેલના અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે. સ્ટેટ કંટ્રોલ રૂમના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ગૌરવ જસાણીને એસ.આર.પી જુથ 2ના સેનાપતિ તરીકે બદલી કરવામાં આવી છે.

READ  CM Rupani addresses public rally before filing nomination form for Gujarat Assembly polls 2017- Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 • 2005 બેચના આઈપીએસ મનિંદર પ્રતાપ સિંગને સીઆઈડી ક્રાઈમમાંથી જૂનાગઢ રેન્જ આઈજી તરીકે બદલી
 • અમદાવાદ ઝોન 5ના ડીસીપી અક્ષયરાજ મકવાણાને પાટણ પોલીસ વડા તરીકે બદલી
 • વડોદરા ઝોન 2ના ડીસીપી આર.ટી સુસરાની સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોમાં બદલી
 • મહેસાણા એસ.પી નિલેશ ઝાઝડીયાની વેસ્ટર્ન રેલવે પોલીસના એસપી તરીકે નિમણૂક
 • વડોદરા રૂરલના એસપી તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપી તરીકે નિમણૂક
 • બનાસકાંઠા એસપી અજીત રાજીયનની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી તરીકે નિમણૂક
 • સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી સુધીર દેસાઈની વડોદરા ગ્રામ્ય પોલીસ વડા તરીકે મુકાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

2 પ્રોબેશનલ આઈપીએસને બદલી સાથે નિમણૂક આપવામાં આવી છે. નિતિશ પાંડેને જૂનાગઢથી અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી તરીકે જ્યારે સાગર બાગમરને જેતપુર ડીવાયએસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. રૂપિયા 8 લાખની લાંચના પ્રકરણમાં ફરાર જે.એમ.ભરવાડની જગ્યા પર તેમને નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 2 ડીવાયએસપીની પણ રાજ્યવ્યાપી બદલી કરવામાં આવી છે. અને 7 PIને ડીવાયએસપી તરીકેનું પ્રમોશન આપીને વિવિધ જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments