CAA મુદ્દે યુવાનોમાં નારાજગી, ચિંતિત બન્યું ભાજપ અને ઘડ્યો આ માસ્ટર પ્લાન

CAAનો કાયદો તો અસ્તિત્વમા આવી ગયો છે. પરંતુ દેશભરમાં કાયદાનો વિરોધ જોવા મળ્યો. ભાજપને જે રીતે કાશ્મીરમાં 370 નાબુદ કર્યા બાદ જનસમર્થન મળ્યું હતું. એવા જ જનસમર્થનની અપેક્ષા CAAને લઈ હતી. જો કે, ભાજપની અપેક્ષાથી એકદમ વિપરીત દેશભરમા પ્રચંડ રીતે નવા કાયદાનો વિરોઘ થયો અને આ વિરોધમાં સૌથી વધુ યુવાનો ખુલીને બહાર આવ્યા. એક તરફ કોંગ્રેસનો CAA માટેનો વિરોધ તેની સાથે મોટાપાયે યુવાનોનો વિરોઘ અને તમામની વચ્ચે ઝારખંડમાં ચૂંટણીના વિપરીત પરિણામોનો વખત આવ્યો હતો. પરિણામો બાદ ભાજપને વઘુ એક રાજયમાંથી સત્તાથી બહાર થવું પડ્યું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે

દેશની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપ માટે આ પડતા પણ પાટું સમાન છે. જો કે, ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ યુવાનોની નારાજગી છે. વર્ષ 2014થી અત્યાર સુઘી ગુજરાતથી લઈ દિલ્હી સુઘી ભાજપની સૌથી મોટી વોટબેંક યુવાઓ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ નિર્ણયો પર દેશના મોટાભાગના યુવાનોએ ન માત્ર સમર્થન કર્યું. પરંતુ સોશિયલ મીડીયાથી રાજકીય જમીન પર પણ જોરશોરથી પ્રચારમાં ભાગીદાર રહ્યા હતા. CAAના કાયદાને લઈને એ જ ચુવાપેઢીમાં બે ફાંટા પડી ગયા. મોટાભાગના યુવાનો આ નિર્ણય અયોગ્ય હોવાનો અને સરમુખત્યાર હોવાના કોંગ્રેસના આક્ષેપને સમર્થન કરે છે. આસામથી ગુજરાત સુધી હિંસા જોવા મળી.

READ  વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

 

 

ભાજપની રાજકીય જમીન માટે આ સંકેત આગામી દિવસો માટે બિલકુલ સારા નથી. એ કેન્દ્રીય નેતૃત્વ ખૂબ સારી રીતે ભાપી ગયું છે અને એ જ કારણ છે કે, PM મોદી તથા અમિત શાહ દ્વારા CAA કાયદા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી છે. જાન્યુઆરી 2020થી કેન્દ્રીય પ્રઘાનો સુધી પેજપ્રમુખ માટેના ખાસ કાર્યક્રમો ઘડવામાં આવે છે. દેશભરમાં અભિયાન ચલાવવા ભાજપે આયોજન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે બેઠક યોજાઈ અને કેટલાક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આ કાયદા અને હકિકત લોકો સુધી પહોંચે તેના માટે આયોજન કર્યું છે. આગામી સમયમાં 30 મહાસભા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની શરૂઆત આગામી 3 જાન્યુઆરીએ જયપુરથી કરવામાં આવશે.

READ  અમદાવાદના ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં એક પછી એક અકસ્માતોની દુર્ઘટના સર્જાઈ

 

આ અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિહ શેખાવતે જણાવ્યું હતું કે, 3 કરોડ લોકોનો સીધો સંપર્ક કરી આ કાયદા અંગે માહિતગાર કરવામાં આવશે. એ સિવાય સિગ્નેચર કેમ્પઈન અને ખાટલા બેઠક પણ આગામી સમયમાં યોજવામાં આવશે. દેશભરમાં અલગ-અલગ સ્થળ પર 1 લાખ જગ્યા નક્કી કરી ખાટલા બેઠક યોજવા માટે ભાજપ પ્લાનિંગ કરી રહી છે. સાથે જ તમામ મેટ્રો શહેરમાં સભા કરવામાં આવશે. CAAને લઈને સોશિયલ મીડીયા પર કેમ્પેઇન વઘુ ઉગ્ર બનાવાશે. નવા હેશટેગ માટે સોશિયલ મીડીયા પર CAAનું સાહિત્ય મૂકવામા આવશે. સાથે જ કોલેજોમાં સેમિનાર કરવાામાં આવશે. કોર્પોરશેનથી માંડીને ગ્રામપંચાયત સુધી CAA માટે શિબિર કરાશે.

READ  જીતુ વાઘાણીએ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કરી તો કોંગ્રેસે પણ આપ્યો આ વળતો જવાબ

Related image

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં પાર્ટીના અને સરકારના સિનિયર નેતાઓને આ અંગે જવાબદારી સોંપવામાં આવશે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કાયદો તો બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ તેની સામે વિરોધ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. વિપક્ષીપાર્ટીઓ એક થઈ ગઈ છે. અને સૌથી ગંભીર સ્થિતિ એ છે કે, યુવાઓ રોડ પર ઉતરી રહ્યા છે. જેથી ભાજપમાં વોટબેંકને લઈને પણ ડર બેઠો છે. જેના માટે ભાજપે આમ અલગ અલગ પ્રકારે જમ્બો પ્રચાર માળખું તો તૈયાર કરવામાં આવ્યું છે. જો કે આ રોડમેપ યુવાઓને ફરી ભાજપ સાથે જોડવા કેટલું કારગત નિવડશે એ આગામી દિવસોમાં જ ખબર પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments