લાંચ પ્રકરણમાં ફરાર PSI બારોટને પકડવા ACBનું કલોલ-મહેસાણામાં સર્ચ

PSI Chetan Barot in Chapter Bribe! The ACB reached Mehsana behind the PSI Chetan Barot

80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા મહેસાણાના ઉનાવા પોલીસ સ્ટેશનના લોકરક્ષક કોન્સ્ટેબલ નિતેશની વધુ પૂછપરછ અને તપાસમાં ACBએ પુરાવા શોધી કાઢ્યા છે કે, નિતેશે રૂપિયા 80 હજારની લાંચ ઉનાવા પોલીસ મથકના PSI ચેતન બારોટના કહેવાથી જ લીધી હતી. લાંચની રકમ PSI બારોટને જ પહોંચાડવાની હતી.

 

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ પહેલા ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક

ચોંકાવનારી હકીકત તો એ છે કે, PSI ચેતન બારોટ 6 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી પોલીસ એકેડેમી ‘કરાઈ’ ખાતે મીની કમાન્ડો ટ્રેનિંગમાં હતા. આ ટ્રેનિંગ દરમિયાન પણ લાંચની રકમની લેવડ-દેવડ અંગે સતત સંપર્કમાં રહ્યા હતા. ગત 4થી જાન્યુઆરીના રોજ PSI ચેતન બારોટે એક એક્ટિવા ચાલક પાસેથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. કેસ નહીં કરવા માટે PSI બારોટે રૂપિયા 2 લાખની માંગ કરી હતી. રકઝકની અંતે રૂપિયા 1.30 લાખ આપવાનું નક્કી થયું હતું. જે પૈકી રૂપિયા 50 હજાર આપી દીધા હતા અને બાકીના રૂપિયા 80 હજારની રકમ સ્વીકારતા લોકરક્ષક નિતેશ ACBના છટકામાં ઝડપાઈ ગયો હતો.

READ  15 લાખની લાંચ માગવાના કેસમાં સસ્પેન્ડેડ ACB PIના 3 દિવસના રિમાન્ડ મંજૂર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ACBએ છટકું ગોઠવ્યું હોવાની જાણ થતાં જ મીની કમાન્ડોની ટ્રેનિંગ પુરી કરીને ઉનાવા પોલીસ મથકે હાજર થયેલા PSI ચેતન ફરાર થઈ ગયા હતા. ફરાર PSI ચેતન બારોટને શોધવા માટે મહેસાણા સાથે કલોલના તેના નિવાસે તથા સંબંધીઓના નિવાસે  ACBની બે ટીમોએ તપાસ શરૂ કરી છે.

READ  Collector team arrives Sumandeep medical college to investigate chief Mansukh Shah's land scam - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments