VIDEO: કેવડિયા કોલોની ખાતે PM મોદીની સુરક્ષામાં હાજર PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવી કર્યો આપઘાત

નર્મદાના કેવડિયામાં પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં હાજર એક પીએસઆઈએ આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. નિલેશ ફિણવીયા નામના PSIએ આપઘાત કરી લીધો છે. PSIએ સાથી પીએસઆઈ પાસેથી “ફોટો પાડવો છે” તેમ કહીને બંદૂક માગી હતી અને પોતાના કપાળ પર ગોળી મારી દીધી હતી. નવસારી જિલ્લા પોલીસ કચેરીની રીડર બ્રાન્ચમાં બજાવતા આ પીએસઆઈ કેવડિયામાં VVIP સર્કિટ હાઉસ ખાતે બંદોબસ્તમાં હાજર હતા.

READ  Truck transporters' strike enters 7th day, Transporters blocked Rajkot-Limdi NH

આ પણ વાંચોઃ નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, ‘જળસાગર અને જનસાગરનું થયું મિલન’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે દરમિયાન તેમણે આ કરુણ ઘટનાને અંજામ આપ્યો હતો. નિલેશ ફિણવીયા 2013ની બેન્ચના પીએસઆઈ હતા. અને સસ્પેન્ડ થયા બાદ 5 દિવસ પહેલા જ નોકરી પર આવ્યા હતા. તેમના આપઘાતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ચર્ચા એવી ચાલી રહી છે કે ઉપરી અધિકારીના ત્રાસથી તેમને જીવન ટૂંકાવ્યાની આશંકા છે. ફિણવીયાને બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરિકા-ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લગાવ્યો ફોન, જાણો શું કહ્યું

પહેલી વખત નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતાં જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા. અને બીજીવખત એલઆઈબી શાખામાં ચૂંટણી સમયે નોકરી પર હાજર ન થવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ 6 સપ્ટેમ્બર 2019ના દિવસે જ નોકરી પર હાજર થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન 'અભિનંદન'

 

FB Comments