જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપાઈ

PSI of Jambughoda arrested for giving tip-off to bootlegger during state monitoring cell's raid

જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવતીકાલે PSIને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે. PSI પર બુટલેગરને ગુનાહિત પ્રવૃત્તિમાં મદદ કરવાનો આરોપ છે. જાંબુઘોડામાં બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા પીએસઆઈની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જાંબુઘોડામાં ત્રાટકવાની હતી. જે અંગેની માહિતી મળતાં જ PSI ગઢવીએ બુટલેગરને ફોન કરીને સાવચેત કર્યો હતો. અને કહ્યું હતું કે “આજે કોમ્બિંગ નાઈટ છે,

READ  સુરતના અડાજણ વિસ્તારના PI અને PSI સસ્પેન્ડ, છોટા ઉદેપુરના PIને પણ DGP શિવાનંદ ઝાએ કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી ડીડી ચાવડાના બેંક લોકર ખોલવાની તપાસ તેજ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અધિકારીઓ ચેકિંગમાં નીકળવાના છે. જેથી ધંધો બંધ રાખજે” સ્ટેટ મોનિટરિંગ સેલે ખેરડીવાવ ગામમાંથી 94 હજારના વિદેશી દારૂ સહિત કુલ 2.5 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ રેડમાં જાંબુઘોડા પોલીસ મથકના PSIની મદદગારી સામે આવી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે પીએસઆઈ સહિત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે PSI અને બુટલેગરના મોબાઈલ પણ જપ્ત કર્યા છે. મહત્વનું છે કે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યાંથી દારૂ ઝડપ્યો હતો તે જ સ્થળે આજે PSI ગઢવીએ રેડ કરી હતી અને 8 લાખનો દારૂ ઝડપ્યો હતો. અને તેની આ કરતૂતના કારણે જ તેનો ભાંડો ફૂટ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

READ  ઠંડીમાં લાંચમાં માગ્યું AC અને પોલીસ અધિકારીને પરસેવો છૂટી ગયો, જાણો શું છે સમગ્ર ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments