લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

લોકોને ઘર કે કાર ખરીદવા હોય તો ઘણીવાર તેના માટે લોન લેવી પડે છે. આ લોન મેળવવી સરળ નથી. આ માટે લોકોને ઘણા દિવસો સુધી બેંકોમાં ધક્કા ખાવા પડે છે, પરંતુ હવે તમે ફક્ત 1 કલાકમાં હોમ અથવા ઓટો લોન મેળવી શકશો. મહત્વની વાત એ છે કે આ માટે તમારે ક્યાંય જવું નહીં પડે. દેશની સરકારી બેંકો ફક્ત 59 મિનિટમાં હોમ અથવા ઓટો લોન આપવાની તૈયારી કરી રહી છે. સાથે જાહેર ક્ષેત્રની બેંકોએ પણ આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

READ  શું તમે પણ તમારા બાળક પર પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટે દબાણ કરો છો ? તો આ વીડિયો તમને સમજાવશે તમારા બાળકનું દર્દ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ અંગે માહિતી આપતાં બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર સલીલ કુમારે જણાવ્યું કે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં 59 મિનિટમાં ગ્રાહકોને હોમ અને ઓટો લોન પણ આપવામાં આવશે. તેવી જ રીતે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ આ યોજના પર કામ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અનાજ, કઠોળ અને શાકભાજીના ગુજરાતની તમામ APMCમાં શું રહ્યા ભાવ..

આ માટે, બેંકોએ psbloansin59minutes.com પર આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની યોજના આ પોર્ટલ પર માત્ર 59 મિનિટમાં ચાલી રહી છે. બેંકોના આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે લોન લેવાનું સરળ બનશે.

આ પણ વાંચો: સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

READ  VIDEO: લીંબડી-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, રાજ્યમાં આજે ત્રણ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

What a Relief! No positive case of Covid 19 in rural areas of Ahmedabad

FB Comments