જો આ એક નિયમમાં નરમાશ ન રખાઈ હોત તો કદાચ આપણા 40 જવાનોને આપણે બચાવી શક્યા હોત

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જેટવા જવાનો શહીદ થયા બાદ એ કારણો જાણવાના પ્રયાસો થઈ રહ્યાં છે કે આખરે ચૂક ક્યાં રહી ગઈ. 

શું તમને ખબર છે કે એક એવો નિયમ કે જેમાં જો ઢીલાશ ન વરતાઈ હોત તો કદાચ આવા ભયાનક હુમલામાં આપણા જવાનોએ પોતાના પ્રાણની કુરબાની ન આપવી પડી હોત.

વર્ષ 2002-03 પહેલા જવાનોના કાફલાને સઘન સુરક્ષા વચ્ચે લઈ જવાતો હતો પરંતુ 2002-2005 વચ્ચે મુફ્તી મોહમ્મદ સઈદની સરકાર દરમિયાન આ નિયમોમાં ઢીલાશ આપવામાં આવીને કારણ કે તેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થઈ રહી હતી.

READ  મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ પર આરોપ નક્કી, આતંકીઓને કર્યું હતું ફંડિગ

પહેલા જ્યારે પણ સુરક્ષાબળના કાફલાને હાઈવેથી પસાર થવાનું રહેતું, ત્યારે સિવિલિયન ટ્રાફિકને રોકી દેવાતો. આ દરમિયાન એક પાયલક વેહિકલ સિવિલિયન ગાડીઓને હાઈવેથી દૂર રાખવાનું કામ કરતું. તેનાથી લોકોને અસુવિધા થતી હતી અને સુરક્ષાબળોની ખરાબ છબી લોકો સામે રજૂ થતી.

સઈદ સરકારે એક નિર્ણય કર્યો કે આ નિયમને ખતમ કરી દેવાય. કેન્દ્ર સરકારે પણ સઈદના તર્કને સાચ્ચો માન્યો અને સુરક્ષા નિયમમાં નરમાશ લાવવામાં આવી.

READ  પુલવામામાં સેનાએ એન્કાઉન્ટરમાં જૈશના 4 આતંકીઓ કર્યા ઠાર , આતંકી બનેલા 2 SPOનો પણ ખાત્મો

જોકે, તેની સાથે સુરક્ષામાં પણ અન્ય બદલાવ કરવામાં આવ્યા. હવે સિવિલયન ગાડીઓ સુરક્ષાબળની ગાડીઓ સાથે નીકળતી હતી, પરંતુ સમગ્ર રસ્તા પર સુરક્ષાબળ હાજર રહેતું. સેના આતંકીઓને રોકવા માટે વધુ સતર્ક રહેવા લાગી. જોકે, જાણકારોનું માનવું છે કે આખા રસ્તાની ભલે તપાસ કરાતી હોય, પરંતુ જો દરેક ગાડીની તપાસ કરવામાં આવતી ત્યારે કોઈ ગાડીમાં વિસ્ફોટક હોવાની જાણકારી તરત મળી જતી.

જમ્મૂ કાશ્મીરના પૂર્વ ડીજીપી અને ગૃહ મંત્રાલયના સલાહકાર અશોદ પ્રસાદનું કહેવું છે કે હવે માત્ર એક જ ઉપાય છે કે પહેલાની જેમ કાફલાને રસ્તા દરમિયાન સઘન સુરક્ષા વચ્ચે રાખવામાં આવે. તેના માટે જ્યાં સુધી સેનાનો કાફલો નીકળે ત્યાં સુધી સિવિલિયનની ગાડીઓને રસ્તાથી દૂર રાખવી પડશે.

READ  VIDEO: ઉપરવાસમાં વરસાદને પગલે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ, આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યાં

સાથે જ તેમણે અમ પણ કહ્યું કે BSF અને CRPF માટે સ્વતંત્ર વાયુ સેવા હોવી જોઈએ જેનાથી તેમને જરૂર પડ્યે એરલિફ્ટ કરી શકાય.

[yop_poll id=1477]

Oops, something went wrong.

FB Comments