હાફિઝ સઈદનો પ્રેમ પાકિસ્તાનને માથે પડ્યો, FATFના ગ્રે લિસ્ટમાં જ રહશે

પુલવામામાં થયેલ આતંકી હુમલા પર પાકિસ્તાનને એક વધારે ઝટકો લાગ્યો છે.

પેરિસમાં થયેલ ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(FATF) બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન અત્યારે ગ્રે સૂચિમાં જ રહેશે. હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ લગાવીને પાકિસ્તાન ગ્રે સૂચિમાંથી બાહર આવવાનું પ્રયત્ન કરી રહ્યું હતું તેમાં તે નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનની રેટિંગ રિવ્યુ એક વાર ફરી જૂન અને ઓકટબર મહિનામાં કરવામાં આવશે. FATFએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તે આતંકવાદની વિરૂધ્ધ પગલા લેવાના સમયને ના ચૂકે, નહિં તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. ભારત તરફથી જે બ્લેક લિસ્ટમાં સામેલ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હતા, તે પણ નિષ્ફળ રહ્યા છે.

FATF તરફથી પાકિસ્તાનને શિખામણ પણ આપવામાં આવી છે જે સમય મળ્યો છે તે દરમિયાન ટાર્ગેટને પુરો કરવામાં આવે. આ સંસ્થા આતંકવાદની વિરૂધ્ધ લડતા દેશોને આર્થિક મદદ પુરી પાડે છે. ભારતે સતત દબાણ કરીને પાકિસ્તાનને FATFમાં બ્લેક લિસ્ટેડ કરવામાં આવે. તેના માટે ઘણાં દેશો સાથે વાત પણ કરવામાં આવી રહી હતી. શુક્રવારે થયેલ બેઠક પહેલા જ પાકિસ્તાને ઘણાં આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સાથે ઘણાં સંગઠનો સામેલ છે. પાકિસ્તાનના પ્રયત્નો હતા કે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી શકેશ પણ તેવું થયું નહિ.

READ  જયંતી ભાનુશાળી હત્યા કેસ: આરોપીઓની પૂછપરછ કરવા 12 દિવસના રિમાન્ડ મંજૂર

[yop_poll id=1694]

Latest News Happenings From Gujarat : 28-02-2020 | Tv9GujaratiNews

FB Comments