રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની FM ચેનલોને કહ્યું કે તે પાકિસ્તાની કલાકારોના ગીત ના વગાડે.

રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાંન્ડોને પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં બનતા કપડાં ના વેચે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહાસચિવ શાલિની ઠાકરેએ કહ્યું કે આતંકવાદી હુમલાને લઈને પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. જો FM ચેનલો પાકિસ્તાની કલાકારોનું સંગીત નહી રોકે તો તેમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા અખિલ ચિત્રેએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોને લખ્યું છે કે અને તેમને કહ્યું છે કે અમે પાકિસ્તાનમાં બનેલ કપડા ખરીદવાની જરૂર નથી. મેં ઘણી બ્રાન્ડોને ઈ-મેલ મોકલ્યો છે અને તેમને રોકવા માટે કહ્યું છે.

READ  WhatsApp પર કોણે કર્યા છે તમને Block? જાણો આ સરળ રીતે! જુઓ VIDEO

આ પણ વાંચો : ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શનિવારે સંગીત કંપનીઓને કહ્યું કે તે પાકિસ્તાની ગાયકોની સાથે કામ ન કરે. ભૂષણ કુમારની ટી સીરીઝે પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમના ગીતો યુટયુબ પરથી હટાવ્યા હતા. ઉરીમાં 2016માં થયેલ આતંકી હુમલા પછી મનસેએ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોને દેશ છોડવાનું કહ્યું હતું.

READ  એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી

[yop_poll id=1582]

Oops, something went wrong.
FB Comments