હિંમતનગરના શિક્ષકે શહીદોના પરિવારોને માટે કરી અનોખી પહેલ, શિક્ષક માટે જરૂરથી તમને થશે માન !

આમ તો દરેક વ્યક્તિને પોતાના સન્માનની વાત ગમતી હોય છે અને એટલે જ તો પોતાના સન્માન માટે યોજાતા કાર્યક્રમનો હરખ હોય છે પણ સાબરકાંઠાના હિંમતનગરના એક શિક્ષકે અનોખી પહેલ કરીને લોકોને દેશના ગૌરવ એવા જવાનો નુ જોમ વધારવાનો પ્રયાસ કર્યો છે. પોતાના સન્માનનો કાર્યક્રમ મોકુફ કરાવી દઇને તેના ખર્ચની રકમ પુલવામાની ઘટનામાં શહીદ જવાનના પરિવારોને અર્પણ કરી.

આ પણ વાંચો : મહત્વના બે સરકારી વિભાગોમાં જ ’50 ટકા’ જગ્યાઓ ખાલી- રાજ્ય સરાકારે જ કરી કબુલાત 

હિંમતનગર શહેરમાં આવેલી વણઝારા વાસ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફ૨જ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકે સમાજને એક નવી જ શિખ આપતી પહેલ કરી છે. હિંમતનગર નજીકના શિક્ષણ થી પ્રસિધ્ધ એવા હડીયોલ ગામના વતની ચંદ્રકાન્તભાઇ પુંજીરામ પટેલ હવે વયનિવૃત થનાર છે અને જેને લઇને તેમના વયો નિવૃત્તી બદલ શાળા પરીવાર વતી થી શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં વિદાય સમારંભ યોજવાનુ નક્કી કર્યુ હતુ પરંતુ એવામાં જ દુખદ ઘટના જમ્મુ કાશ્મિરના પુલવામાં સર્જાતા શિક્ષક ચંદ્રકાન્તભાઇ અને તેમની વણઝારા વાસ પ્રાથમિક શાળાના શિક્ષકો ને ભવ્ય કાર્યક્રમ યોજવા થી મન કચવાયુ હતુ કે જવાનોની શહાદત થઇ હોય એવા સમયે પોતાની સેવાનો કાર્યક્રમ યોજવાને બદલે શહીદના પરીવારોને મદદ કરવી જોઇએ.

READ  કોરોના વાયરસ: ભારતમાં વિદેશી મુસાફરોની એન્ટ્રી પર રોક, 15 એપ્રિલ સુધી વીઝા રદ

વણઝારા વાસ પ્રાથમિક શાળાના પરીવાર ને ચંદ્રકાન્તભાઇ પટેલે પોતાની ઇચ્છા દર્શાવી કે પોતા માટે શિક્ષક સેવાના કાર્યક્રમને યોજવાને બદલે શહીદોના પરીવારને મદદ કરવામાં આવે અને શાળા પરીવારના તમામ શિક્ષકોએ પણ આ વાતને સ્વિકારી લઇને આખરે કાર્યક્રમની ઉજવણી કરવાનુ માંડી વાળીને કાર્યક્રમ પાછળ થનારા ખર્ચની રકમને શહીદ પરીવાર ની મદદ ના ફંડમાં જમાં કરવાનુ નક્કી કરીને તે રકમ જેમાં જમા કરી દીધી.

READ  શ્રેય હોસ્પિટલના ચાર પૈકી એક સંચાલકની પોલીસે કરી અટકાયત

૫૮ વર્ષ સુધી શિક્ષણના આ ઓજસ્વી યજ્ઞમાં પ્રમાણિકતા અને નિષ્ઠાથી સેવા આપી વયનિવૃત થનાર શિક્ષકનુ ઋણ સ્વીકાર અને સન્માન પ્રણાલી મુજબ જેતે શાળા પરીવાર અને શિક્ષણ વિભાગ કરતો હોય છે.

 

પરંતુ તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાથી લાગણીસભર બનેલા શ્રી ચંદ્રકાન્ત પુંજીરામ પટેલે પોતાનો જાહેર વિદાય સમારંભ ન યોજી તેમાં થનાર ખર્ચ આતંકવાદી હુમલામાં શહીદ થનાર સૈનિકોનાં પરીવારને આપવા માટેની નવી પહેલ ની શિખનો અનોખો પાઠ નિવૃત્ત થતા વેળા સમાજને શિખવ્યો છે . ચંદ્રકાન્તભાઇ અને શાળાનાં શિક્ષકો દ્વારા સામૂહિક રીતે રૂપિયા એકાવન હજા૨ નું દાન શહીદ થયેલા સૈનિકોના પરીવાને અર્પણ કરી શિક્ષક સમાજમાં એક પ્રેરણાદાયી નવી પહેલ શરૂ કરી છે.

READ  VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ

[yop_poll id=1693]

 

FB Comments