રિપોર્ટ : બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન એકબીજા પર મિસાઇલ દાગીને તૈયાર હતા, જો અમેરિકા મધ્યસ્થી ન બન્યું હોત તો…

જમ્મુ કાશ્મીરના પુલાવામા ખાતે CRPFના જવાનોના કાફલાં પર થયેલાં હુમલાનો જવાબ આપવા માટે વાયુસેના તરફથી પાકિસ્તાનમાં આવેલા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેના થોડાં જ સમયમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બની હતી.

એટલું જ નહીં બંને દેશો એક બીજા પર મિસાઇલ અટેક કરવાની ધમકી આપી હતી. અમેરિકાના મધ્યસ્થી બનવાના કારણે બંને દેશો વચ્ચે સ્થિતિ સમાન્ય બની હતી. હાલમાં ન્યૂઝ એજન્સી રોયટર્સના એક અહેવાલમાં આ વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : #MainBhiChowkidar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાનું ટ્વિટર હેન્ડલ પર નામ બદલ્યું

રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોન બોલ્ટનની સાથે સાતે અમેરિકાના અન્ય પણ કેટલાંક વરિષ્ઠ નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત પાકિસ્તાન પર 6 મિસાઇલોથી હુમલો કરવા માટેની તૈયારીમાં હતું. જેની સામે પાક. તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે, તે તેના જવાબમાં ત્રણ ગણી મિસાઇલથી અટેક કરશે.

ક્યાંથી આવી માહિતી ?

આ ઉપરાંત રોયટર્સના અહેવાલના અનુસાર, ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના પ્રમુખ અસીમ મુનીરની સાથે સિક્યોર લાઇન પર વાત કરીને સ્પષ્ટ કહ્યું હતું કે, ભારત કાઉન્ટર ટેરેરિઝ્મ ના મામલે સહેજ પણ પાછળ હટશે નહીં.

જો કે આ રિપોર્ટમાં હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે બંને દેશ તરફથી ક્યાં નેતાઓ કે ક્યાં અધિકારીઓએ એકબીજાને ધમકી આપી હતી. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે, બંને દેશના ગુપ્તચર વિભાગના અધિકારીઓ સતત એકબીજાની સાથે વાત કરી રહ્યા હતા.

Surat :Kamrej, Palsana receiving rain showers, people get relief from scorching heat|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

#MainBhiChowkidar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાનું ટ્વિટર હેન્ડલ પર નામ બદલ્યું

Read Next

દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરીને દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટોએ તંદુરસ્તીની સાથે દાંડીનું મહત્ત્વ સમજાવ્યું

WhatsApp પર સમાચાર