દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત.

 

કોટા ખાતે રહેતા આ શખ્સે કોઈ નાની-સૂની રકમ નહીં, પણ શહીદોના પરિજનો માટે 110 કરોડ રૂપિયાની રકમ આપવાની ઑફર કરી છે. આ રકમ તેઓ વડાપ્રધાન રાહત કોષ કોષમાં મોકલશે.

આ શખ્સનું નામ છે મુર્તઝા અલી અને તેઓ હાલમાં મુંબઈમાં એક વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. મુર્દઝાએ શહીદોના પરિવારનોની મદદ માટે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઈ-મેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પીઓમઓએ તેમને બે-ત્રણ દિવસમાં વડાપ્રધાન સાથે બેઠક કરવાનો જવાબ મોકલ્યો છે.

READ  કુરાનની વહેચણી કરવાના આદેશ વિરુદ્ધ ઋચા ભારતીની જીત, કોર્ટેમાં પૂછ્યું શું રામાયણ અને ગીતા......

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુત્રઝા અલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમને 110 કરોડ રૂપિયાની રકમનું ચેક સોંપશે. તેના માટે તેમણે તમામ દસ્તાવેજી કાર્યવાહી કરી રાખી છે. તેમણે ગત 25 ફેબ્રુઆરીએ પીએમઓને મેલ મોકલીને પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો હતો. પીઓમઓ તરફથી આવેલા જવાબી મેલમાં કહેવાયું છે કે 2-3 દિવસમાં તેમને મળવાનો સમય જણાવી દેવામાં આવશે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે અમિત શાહે વારાણસીમાં કરી ખાસ તૈયારીઓ

કોણ છે મુર્તઝા અલી ?

અમે તમને હવે મુર્તઝા અલીની એક એવી ખાસિયત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તેમને આ મહાન કાર્ય બદલ વધુ મહાન બનાવી રહી છે. હકીકતમાં મુર્તઝા અલી જન્મથી જ નેત્રહીન છે. તેમણે કોટાની કૉમર્સ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનો ઑટોમોબાઇલનો વારસાગત વ્યવસાય છે. તેઓ એક જાણીતા વૈજ્ઞાનિક છે. તેમની વધુ એક મહત્વની વિશેષતા એ છે કે તેઓ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજીની મદદથી જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપગરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રૅસ કરવા માટેનો આવિષ્કાર કરી ચુક્યા છે.

READ  બનાસકાંઠા-પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત, રાજ્ય સરકારે 31.5 કરોડની મંજૂર કરી સહાય

5 more tested positive for coronavirus in Vadodara | Tv9GujaratiNews

FB Comments