આ હોટલમાં જઈ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ

પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા પછી સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે. જેમાં દરેક લોકો પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે વિરોધ કરી રહ્યા છે. જે પછી સમગ્રે દેશમાં અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માયાનગરી મુંબઈમાં વિરોધ પણ અનોખો થઈ રહ્યો છે. મુંબઈન એક જાણીતી રેસ્ટોરાં માલિકે પોતાના ગ્રાહકોને તોજ ડિસ્કાઉન્ટ આપશે જો તે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેશે.

 

READ  નવા વર્ષની પાર્ટી કરજો પણ આટલા નિયમો ધ્યાનમાં રાખજો નહિતર...

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મુંબઈની આ રેસ્ટોરાંનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આવનરા ગ્રાહકોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલવાનું રહેશે અને જેથી તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે મુંબઇની લકી તવા રેસ્ટોરાંમાં દરેક ગ્રાહકને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેવું પડશે.

આ પણ વાંચો : યુદ્ધના માહોલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીના આ સાંસદે કરી મોદી અને યોગી સરકારની ભરપૂર પ્રશંસા

રેસ્ટોરાં મુંબઇના ખારઘરના સેકટર 7મા આવેલી છે. આ રેસ્ટોરાંના માલિકનું નામ સૈયદ ખાન છે. સૈયદ એ પુલવામામાં હુમલા બાદ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. અહીં આવનારા ગ્રાહકોમાં પણ હોંશ દેખાઇ રહ્યો છે. સૈયદ ખાનના અનુસાર, પુલવામા આતંકી હુમલાએ મને હચમચાવી દીધો છે. હું આર્થિક રીતે સશકત નથી, જેથી શહીદોને કોઈ પણ રીતે મદદ કરવા માટે આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

READ  શહીદોના પરિવારોને મદદ કરવા માટે રાજકોટના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો થયાં એક, પોતાનો એક મહિના પગારને કરશે શહીદોને અર્પણ!

[yop_poll id=1730]

61-yrs old lady tested positive for coronavirus, Surat | Tv9GujaratiNews

FB Comments