નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન તરફથી ભારત સામે પગલાં લેવા માટે વિવિધ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. જેના પર હવે દરિયાના માર્ગે ભારત પર હુમલો કરવાનું આતંકવાદીઓ કાવતરું ઘડી રહ્યા હોય તેમ સામે આવ્યું છે.

આજે નૌસેનાનાં પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ પણ પાકિસ્તાન પર નામ લીધા વગર પ્રહારો કરતાં કહ્યું કે, ભારત એક દેશનાં આતંકવાદથી ગંભીર રીતે પીડિત છે. આ સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે આતંકવાદી હવે સમુદ્રનાં રસ્તે હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ અંગેની ટ્રેનિંગ પણ આતંકીઓને આપવામાં આવી રહી છે.

READ  અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક

આ પણ વાંચો : અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું દેશનો નંબર-1 મજૂર છું’

નૌસેના પ્રમુખે કહ્યું કે અમારી પાસે એવી માહિતીઓ છે કે, આતંકવાદીઓને દરિયાઇ માર્ગ સહિત વિભિન્ન રીતે હુમલાને અંજામ આપવાની ટ્રેનિંગ અપાય રહી છે. ભારતે તાજેતરનાં વર્ષોમાં આતંકવાદનાં ઘણાં રૂપો જોયા છે,અને દુનિયાનાં આ ભાગમાંથી કોઈક જ દેશો આતંકવાદનાં સંકજામાં આવવાથી બચી ગયા છે. હાલનાં સમયમાં આતંકવાદ જે પ્રકારે વૈશ્વિક થઈ ગયો છે, તેનાથી ખતરો વધી ગયો છે.

READ  FRC મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી! ગુજરાત સરકાર, વાલી મંડળ અને સ્કૂલ સંચાલક માટે મહત્વની સુનાવણી

સુનીલ લાંબાએ કહ્યું કે, ભારતે હાલમાં લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હુમલો કર્યો છે. આ હિંસા ભારતને અસ્થિર બનાવવા માટે કરવાની ઇચ્છા રાખથાં દેશની મદદથી કરવામાં આવ્યો છે. જેને યોગ્ય જવાબ આપવામાં આવશે.

Namaste Trump! Security beefed up ahead of Trump's Ahmedabad visit| TV9News

FB Comments