સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

પુલવામા હુમલા પછી ભારત પર પાકિસ્તાન સાથે આરપારનું યુદ્ધ કરવા માટે દબાણ વધી રહ્યું છે. એક તરફ ભારતની રાજકીય સ્થિતિ પણ મજબૂત છે. પરંતુ આર્થિક રીતે કંગાળ અને રાજકીય રીતે નબળા પાકિસ્તના પર જો ભારત હુમલો કરવાનો વિચાર કરે પણ છે તો તેના સમર્થક દેશો તેની સાથે આવી શકે છે.

આ પણ વાંચો : ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો

જો આ સ્થિતિ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરે પણ છે તો તેની ઝડપથી દોડી રહેલી આર્થિક સ્થિતિ પર બ્રેક લાગી શકે છે. તેમજ હવેના યુદ્ધમાં ન માત્ર જવાનો શહીદ થશે પરંતુ આર્થિક મોર્ચે પણ મોટું નુકસાન ઉઠાવું પડી શકે છે. ભારત પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા પર છે. જેમાં જો યુદ્ધ કરવામાં આવે તો શેરબજારથી લઈ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જેના કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. કારણ કે, ક્રૂડ ઓઈલ પાકિસ્તાનના રસ્તે થઈને આવે છે.

આ પણ વાંચો : ચીનની અવળી ચાલ : ભારતમાં 40 જવાનોની શહાદત છતાં, ચીનનો નથી છુટી રહ્યો ‘મસૂદ મોહ’

આ ઉપરાંત જો ભારત અને પકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો તે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની રીતે જોવામાં આવી રહ્યું છે. કારણ કે આ યુદ્ધમાં ભારતના મિત્ર રાષ્ટ્રો તેની સાથે રહી શકે છે જ્યારે પાકિસ્તાન તરફથી તેના મિત્ર રાષ્ટ્રો તેનું સમર્થન કરી શકે છે. જેથી દુનિયામાં પણ વિકટ પરિસ્થિતિ સામે આવી શકે છે.

 

એટલું જ નહીં ભારતના વિરોધી દેશો તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે. જેના કારણે સમગ્ર યુએન તરફથી પણ ભારતને દબાણ કરવામાં આવી શકે છે. જે સાથે જ ભારતને વિશેષ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જેથી દેશની મોટી સંખ્યામાં જરૂરિયાતો સંતોષી શકાય નહીં.

[yop_poll id=1447]

FB Comments

TV9 Web Desk6

Read Previous

ભારતે પાકિસ્તાનનો MFN દરજ્જો પાછો ખેંચતા પાકિસ્તાન બનશે વધુ કંગાળ, ખરબો રૂપિયાનું નુક્સાન સહન કરવું પડશે પાકિસ્તાને

Read Next

ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો

WhatsApp chat