પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ શું હેક થઈ આરોપ લગાવી દીધો ભારત પર !

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ હેક થઈ હોવાની વાત સામે આવી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે ઘણાં દેશોના યુઝર્સે સાઇટ ખુલતી ન હોવાની ફરિયાદ કરી છે. જેના પર પાકિસ્તાની અધિકારીઓએ ભારત તરફથી હેકિંગ કરવામાં આવ્યું હોવાનું આશંકા વ્યક્ત કરી છે.

 

પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડૉને જણાવ્યું કે, એવુ માનવામાં આવી રહ્યું છે કે આ સાઇબર એટેક ભારતથી કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આઇટી ટીમ વેબસાઇટ ખોલવાની કોશિશ કરી રહી છે. ફૈસલે જણાવ્યું કે પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઇટ કોઇ સમસ્યા વગર કામ કરી રહી છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં નહીં બને રામ મંદિર, VHP જ મુદ્દો સ્થગિત કરશે, જાણો શું છે કારણ

જોકે, ઓસ્ટ્રેલિયા, સઉદી અરબ, બ્રિટેન અને નેધરલેન્ડના યૂઝર્સે સાઇટને ખોલવા દરમિયાન સમસ્યા થવા અંગે વાત કરી છે. જણાવી દઇએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેકિંગની ખબર ભારતમાં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ આવી છે.

[yop_poll id=1522]

Ahmedabad: Suicide case of broker; Dy.SP and his brother booked in the matter- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં જવા નીકળેલી મહિલા બે બાળકો સાથે થઇ લાપતા, મોડી રાતે ત્રણેયની મળી આવી લાશ

Read Next

સલમાન ખાને આ 5 ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી, પછી આ ફિલ્મો શાહરુખ ખાને સાઈન કરી અને પડદા પર થઈ ગઈ સુપરહિટ!

WhatsApp chat