સાવધાન ! ક્યારે પણ તમને આવી શકે છે આતંકીઓના ભારતીય નંબરથી ફોન, વૉટસએપ ગ્રુપ બનાવવાના બદલામાં લાખો રૂપિયા કમાવવાની અપાશે લાલચ

પુલવામા આતંકી હુમલા, ભારતની ઍર સ્ટ્રાઇક અને અભિનંદનની વાપસી સહિત તમામ બાબતોમાં બૅકફુટ પર રહેલા પાકિસ્તાનીઓ હવે ભારત વિરુદ્ધ ચલાવી રહ્યા છે એક ખતરનાક ઝુંબેશ.

બંને દેશો તરફથી ઉશ્કેરણીજનક વીડિયો બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં એકબીજા વિરુધ્ધ ગુસ્સો દેખાઈ આવે છે. પાકિસ્તાન ભારતીય મોબાઈલ નંબરો પરથી ફોન કરીને વૉટસએપ ગ્રુપ બનાવવા માટે કહી રહ્યાં છે. જેના માટે પૈસા પણ આપવામાં આવે છે. લુધિયાણા પોલિસ એક આવી જ ફરિયાદ પર કામ કરી રહી છે. પાકિસ્તાન દ્વારા પુલવામા હુમલાના જવાબમાં ભારતે ઍર સ્ટ્રાઈક પછી હવે બંને દેશો વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર યુધ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાન તરફથી ભારતના લોકોને વોટસએપ ગ્રુપ બનાવવા માટે કહેવામાં આવે છે. ઘણાં લોકોને ભારતીય મોબાઈલ નંબરોથી પાકિસ્તાની ફોન કરી રહ્યાં છીએ. ત્યારે ઘણાં લોકોને વોટસએપ ગ્રુપો પર પાકિસ્તાનથી અસામાજીક તત્વો ફોન કરે છે અને ઉશ્કેરણીજનક વીડિયો શેર કરે છે.

READ  અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી

લુધિયાણાના એક સ્થાનિક દુકાન માલિક રાકેશ ગુપ્તાને એક પાકિસ્તાની દ્વારા વોટસએપ ગ્રુપ બનાવવા માટે ફોન આવ્યો હતો. જેમાં તેને કહ્યું કે આ ગ્રુપને બનાવ્યા પછી દિલ્હીથી પૈસા મળશે. તે દરમિયાન રાકેશને વોટસએપ પર બે વાર ફોન કરવામાં આવ્યા હતા. લુધિયાણા પોલિસે જણાવ્યું કે રાકેશને કોઈ અસલમ નામના પાકિસ્તાનીએ ફોન કર્યો હતો અને એક વોટસએપ ગ્રુપ બનાવવા માટે કહ્યું તેને રાકેશને દિલ્હીથી 25 લાખ રૂપિયા લેવા માટે પણ કહ્યું હતુ. ત્યારે લુધિયાણા પોલિસના DCP અશ્વની કપૂરે કહ્યું કે ઘણાં લોકો પાકિસ્તાનથી મિસ્ડ કૉલની સૂચના આપી રહ્યાં છે. લોકોને વોટસએપ ગ્રુપ બનાવવા માટે કહેવામાં આવે છે. પણ કોઈ ઔપચારિક ફરિયાદ આવશે તો અમે તાત્કાલિક તપાસ કરીશું.

READ  પ્રિયંકા ગાંધી-રૉબર્ટ વાડ્રાની પ્રેમકહાની, કોણે મળાવ્યા આ બંનેને, કોણે કોને પહેલા પ્રપોઝ કર્યું, પરિવારમાં કોને આ બંનેના લગ્ન પર હતો વાંધો

Health dept conducts search operation at sweet shops ahead of festive season | Tv9GujaratiNews

FB Comments