પાકિસ્તાનીઓ પણ હવે જાણે છે કે, આ મનમોહન નહીં પરંતુ મોદી સરકાર છે, ઇમરાન ખાન શું આ વાત સમજશે ?

પુલવામા હુમલા પછી સતત પાકિસ્તાન પર ભારત તરફથી દબાણ બનવવામાં આવી રહ્યું છે. જેમાં હવે પાકિસ્તાનમાં પણ ઇમરાન ખાન સરકાર સામે અવાજ ઉઠવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના જ ત્રણ પૂર્વ વિદેશ સચિવોએ તો પોતાની સરકારને એલર્ટ કરતાં કહી દીધું છે કે, ભારત સામેના કોઇ પણ આક્રમક પગલાંનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, મુંબઈમાં 26/11 વખતે જેવું થયું હતું તેવું બનશે નહીં. ભારતમાં જોરશોરખી તૈયારીઓ થઈ રહી છે. પાકિસ્તાનના ન્યૂઝ પેપરમાં ત્રણ પૂર્વ સચિવ રિયાઝ હુસેન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકે પોતાના લેખમાં એવું કહ્યું છે કે, દેશના રાજકીય પક્ષો અને ગુપ્તચર વિભાગે દેશના અશાંત વાતાવરણમાં સંતુલન બનાવવા માટેના પ્રયત્ન કરવા જોઇએ.

આ પણ વાંચો : કુમાર વિશ્વાસનો પાકિસ્તાન સામે રોષ ફાટ્યો, ‘કૂતરું હડકાયું થઈ જાય, તો તેને ગોળી મારી દેવાય છે’

એટલું જ નહીં તેમણે પાક વડાપ્રધાનને સલાહ આપી છે કે, હાલની સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સામનો કરવો જોઇએ જેના માટે કૂટનીતિની મદદ લેવી જોઇએ. આ ઉપરાંત અન્ય એક લેખમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ પોતાની સેનાને પુલવામાનો બદલો લેવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે.

 

આ સાથે જ પાકિસ્તાની છાપાઓમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાને કોઇ અન્ય વાતમાં ધ્યાન ન આપીને ભારત સામે યોગ્ય પગલાં ભરવા પર ધ્યાન આપવું જોઇએ. ઘણી તૈયારીઓ વચ્ચે ભારતને નિષ્ફળ બનાવવા માટેના તમામ પ્રયત્ન કરવા જોઇએ. પુલવામા હુમલા પછી સતત ભારત તરફથી આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

[yop_poll id=1795]

Murder captured on CCTV: Man thrashed to death in Surat's Limabayat area | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

મળો એ છોકરીને કે જેની કહાણીએ ભારતની આ DOCUMENTARYને અપાવ્યો OSCAR ઍવૉર્ડ

Read Next

સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?

WhatsApp પર સમાચાર