મુશર્રફ પણ બોલ્યા ઇમરાનની ભાષા,’પાકિસ્તાન પર હુમલો કર્યો તો તે પીએમ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે’

પુલાવામા હુમલા પર 1999 માં કારગીલ યુદ્ધ સમયના પાકિસ્તાન સેના પ્રમુખ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે પુલવામા હુમલાની નિંદા તો કરી છે પરંતુ સાથે જ ભારતને ધમકી આપતાં અંદાજમાં કહ્યું કે, જો પાકિસ્તાન પર હુમલો થશે તો તે મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે.

એક ખાનગી ચેનલ સાથે મુલાકાતમાં પાક. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનને ધમકી આપવાનું બંધ કરવું જોઇએ. તમે અમને પાઠ શીખવી શકતા નથી. મુશર્રફે ઇમરાન ખાનનો બચાવ કરતાં કહ્યું કે, પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો, તેમાં ઇમરાન સરકારની કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી. તેથી પાકિસ્તાનને દોષિત ગણાવવાનું બંધ કરો.

 

પોતાની વાત પર જોર આપતાં મુશર્રફે કહ્યું કે, મારી જૈશ પ્રત્યે કોઈ સંવેદના નથી. પરંતુ આ હુમલો જૈશ-એ-મહોમ્મદે કર્યો છે ન કે પાકિસ્તાનની સરકારે. ભૂતકાળમાં જૈશે મારા પર પણ હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતા. આ સાથે જ ભારતમાં બનેલી સ્થિતિ પર તેમણે કહ્યું કે, ભારતમાં જે સ્થિતિ છે તે ઘણો ઉશકેરણી જનક છે. ભારતીય ટીવી ચેનલ પર પાકિસ્તાનને ગાળો આપવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.

આ પણ વાંચો : ઇમરાન ખાન ભલે યુદ્ધની ડંફાસ મારી રહ્યો હોય પણ તેમના દેશની મહિલાઓ જ તેમની સાથે નથી

વડાપ્રધાન મોદીના પાકિસ્તાન અંગે આપેલા નિવેદન પર મુશર્રફે કહ્યું કે, જો પાકિસ્તાન પર હુમલો થશે તો તે મોદીના જીવનની સૌથી મોટી ભૂલ પૂરવાર થશે. પીએમ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, જો પીએમ મોદીના દિલમાં આગ છે તો હું કહું છું જ્યારે કાશ્મીરીઓને મારવામાં આવે છે ત્યારે મારા દિલમાં પણ આગ લાગે છે. અને મને પણ દુખ થાય છે.

 

FB Comments

TV9 Web Desk6

Read Previous

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ હતી તો પણ પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂક્યું

Read Next

સુરતમાં થઈ સાઉથના ફિલ્મો જેવી મારામારી, બે જૂથોની લડાઈમાં જાહેરમાં તલવારો ઉડી

WhatsApp chat