પાકિસ્તાનને બેવડો માર: મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ગુમાવ્યા પછી યુરોપીયન યુનિયને પણ કર્યું બ્લેક લિસ્ટ

પાકિસ્તાન પાસેથી ભારતે MFNનો દરજ્જો લઈને આંચકો આપ્યો છે. ત્યાં તો યુરોપીયન યુનિયન પણ પાકિસ્તાન પર મોટી કાતર ચલાવી શકે છે. યુરોપિયન કમિશને સાઉદી અરબ, પનામા અને ચાર અમેરિકન ટેરિટરીના દેશોને ડર્ટી-મની બ્લેક લિસ્ટની યાદીમાં મુકી દીધા છે. EU ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય મની લોન્ડ્રિંગ અને આતંકીઓને નાણાંકીય મદદ રોકવા માટે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો

જો કે આ નિર્ણય પછી EU ના કેટલાંક દેશોએ તેનો વિરોધ કર્યો છે. બ્રિટન જેવા દેશો આ મામલે આર્થિક સંબંધોને લઈને ચિંતિત છે. ડર્ટી લિસ્ટમાં પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, ઈરાન, યમન લીબિયા, ઘાના જેવા ઘણાં દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ માટે જે દેશોને શામેલ કરવામાં આવ્યા છે તેઓ યુરોપીયન દેશો સાથે કોઈ પણ વ્યાપારિક સંબંધ રાખી શકશે નહીં. જેના કારણે પાકિસ્તાનમાં રહેલાં વેપારીઓને પણ આ દેશો સાથે વેપાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં પાકિસ્તાનને સરળતાથી લોન પણ મળી શકશે નહીં.

આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

આ યાદી હજી સુધી પાસ થઈ શકી નથી. જેને EU ના કમિશ્નર વેરા ઝુરોવા દ્વારા રજુ કરવામાં આવ્યો છે. 28 સભ્ય દેશો વાળું EU આ યાદી પર મત આપીને તેને ફગાવી પણ શકે છે. જેના માટે મહત્મ બે મહિનાનો સમય હોય છે. આ દેશો પર EU ના કમિશ્નરને વિશ્વાસ છે કે, તમામ દેશો આ પ્રસ્તાવને માન્ય રાખશે કારણ કે બેન્કિંગ સેક્ટરને મની લોન્ડ્રીંગ સૌથી મોટી આફત છે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

જાણો કયા ખેલાડીની થઈ ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝમાંથી બાદબાકી અને કોને મળ્યો મોકો?

Read Next

પુલવામા હુમલાના શહીદ જવાનોને સુરત પોલીસે મૌન પાળીને આપી ભાવભીની શ્રદ્ધાજંલી

WhatsApp પર સમાચાર