પુલવામામાં સુરક્ષાજવાનોની ઉદારતા દર્શાવતો VIDEO થયો VIRAL, ઉગ્ર પરિસ્થિતિમાં પણ જવાનો પોતાની મર્યાદા નથી ચૂકતા

પુલવામા એન્કાઉન્ટર સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પોલીસકર્મી સ્થાનિક લોકોને પાછા થવાની અપીલ કરી રહ્યાં છે.

તે લોકોને અપીલ કરી રહ્યાં છે,

“હું પુલવામા પોલીસ તરફથી તમને કહેવા માગુ છું કે તમારા બધાનો જીવ અમારા માટે ઘણો મહત્ત્વનો છે. હું તમારા મોટા ભાઈ તરીકે કહી રહ્યો છું કે તમે સમજદારીથી કામ લો. પરત ફરી જાઓ.”

જમ્મૂ-કાશ્મીરના પુલવામાં એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકીઓને ઠાર કરી દીધા છે. જેમાં CRPF કાફલા પર આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાજી રશીદ પર મોતને ઘાટ ઉતર્યો છે. તે ઉપરાંત, ભારતીય સેનાના 55 રાષ્ટ્રીય રાઈફલ્સના મેજર સહિત 4 જવાન પણ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને આ દરમિયાન જ પુલવામા પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી સ્થાનિક લોકોને પાછા જતા રહેવાની અપીલ કરી રહ્યાં છે.

READ  ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એન્કાઉન્ટર સ્થળવાળી જગ્યા પર કેટલાક સ્થાનિક યુવકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સુરક્ષાબળો પર પત્થરબાજી પણ થઈ રહી છે. આ દરમિયાન પુલવામા પોલીસના એક જવાન લોકોને વિનંતી કરતા દેખાય છે.

જુઓ VIDEO:

તેઓ આગળ કહે છે,

“તમે નવયુવાન છો, આખી જિંદગી પડી છે તમારી સામે, મહેરબાની કરી પાછા જતા રહો. કાર્યવાહી ચાલી રહી છે. રસ્તો સાફ નછી. તમે તમારી જાન માટે પાછા ફરી જાઓ. મોટા ભાઈ તરીકે તમને કહું છું. સમજદારીથી કામ લો. પાછા જતા રહો, તમારા ઘરવાળા તમારી રાહ જોઈ રહ્યાં છે.”

તમને કહી દઈએ કે પુલવામા એન્કાઉન્ટરમાં 4 જવાનોની સાથે એક સ્થાનિક યુવાનનો જીવ પણ દગયો છે. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચેની મુઠભેડ રાત્રે 12 વાગ્યાથી ચાલી રહી હતી. જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ તે જગ્યાએ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી.

READ  કાર પાર્ક કરવા બાબતે મારામારી! મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ LIVE VIDEO

[yop_poll id=1566]

Top 9 Metro News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments