પાકિસ્તાની સેનાએ ભારતને આપ્યો પડકાર, અમે યુધ્ધની તૈયારી નથી કરી રહ્યાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ

પાકિસ્તાનની સેનાએ પુલવામા હુમલા પછી શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમની સેનાના મેજરે કહ્યું કે અમે યુધ્ધની તૈયારી નથી કરી રહ્યાં પણ યુધ્ધ કરવામાં આવશે તો અમે તેનો જવાબ આપીશું.

પાકિસ્તાની સેનાએ મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ(ISPR)ના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે પત્રકારો સાથે વાતચીત કરી અને જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલા પર સેનાનું વલણ સ્પષ્ટ કર્યું. ગફૂરે કહ્યું કે અમે યુધ્ધ માટે તૈયાર નથી થતાં પણ ભારત તેની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન યુધ્ધની શરૂઆત કરવામાં નથી લાગ્યું પણ બીજી તરફથી યુધ્ધ કરવામાં આવશે તો અમે તેનો જવાબ આપીશું.

ગફૂરે કહ્યું કે તેવું કેવી રીતે થઈ શકે કે LOCની હદ વટાવીને કોઈ ત્યાં કેવી રીતે પહોંચે જ્યાં તેમના સુરક્ષા દળો હાજર હોય. જો તેવું થાય તો તેમની સેના ત્યાં 70 વર્ષોથી છે. પણ તેમને તેમની સેનાને પ્રશ્ન પૂછવો જોઈએ. તેમને આટલા વર્ષોથી ત્યાં આટલા રૂપિયા બરબાદ કર્યા છે. જે ગાડીથી હુમલો થયો તે પાકિસ્તાનથી નથી ગઈ. જેને હુમલો કર્યો તે ત્યાંનો છોકરો છે. તેની 2007માં ધરપકડ થઈ હતી.

READ  લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે લોંચ કર્યું એક નવી જ પરિભાષા સાથે 'અબ હોંગા ન્યાય' થીમ સોંગ

આ પણ વાંચો : ગુજરાત સરકારની શાન સમાન ‘વાઈબ્રન્ટ સમિટ’ પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા

ગફૂરે વધુમાં જણાવ્યું કે આતંકવાદને લઈને સૌથી વધારે પાકિસ્તાનને સહન કરવું પડ્યું છે. જ્યારે અમે આતંકવાદ પર પુરી રીતે કાબૂ કરી લીધો છે. ત્યારે ભારતમાં એ વાતો ચાલી રહી છે કે પાકિસ્તાન યુધ્ધની તૈયારી કરી રહ્યું છે. અમે યુધ્ધની તૈયારી નથી કરી રહ્યાં પણ જવાબ આપવો એ અમારો હકક છે. 21મી સદીમાં આ ભાગમાં ઘણી મુશ્કેલીઓ છે. સારી તાલીમ, રોજગાર મળે, અમારી એ ઈચ્છા છે નહીં કે યુધ્ધની. પાકિસ્તાન અને પાકિસ્તાનીઓથી ભલે દુશ્મની કરી લો પણ માનવતાથી દુશ્મની ના થાય.

READ  સુષમા સ્વરાજ માટે પોતાની બન્ને કીડની આપવાની ઈચ્છા વ્યક્ત કરનાર સુરતના યુવાને વ્યક્ત કર્યો શોક, જુઓ VIDEO

[yop_poll id=1705]

Top 9 Videos From USA President Donald Trump's Ahmedabad visit | Tv9

FB Comments